
Ex Agniveer Reservation: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર્વ અગ્નિવીરોની પોલીસ ભરતીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

ગુજરાત સરકારે પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકારની વિવિધ વર્ગ-3 ભરતીમાં તેમને 20 ટકા અનામત મળશે. સાથે જ વયમર્યાદામાં છૂટ અને શારીરિક કસોટીમાંથી મુક્તિ જેવી વિશેષ રાહતો પણ આપવામાં આવશે, જેના કારણે હજારો પૂર્વ અગ્નિવીરોને સરકારી નોકરી મેળવવામાં સરળતા રહેશે.