ગુજરાતના ITI વિદ્યાર્થીઓ માટે ખુશખબર સામે આવી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ અને ગુજરાત સરકાર વચ્ચે થયેલા MoU હેઠળ રાજ્યની પાંચ ITIમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ સ્થાપવામાં આવશે. આ લેબ્સ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી પર પ્રેક્ટિકલ તાલીમ મળી રહેશે, જેના કારણે તેઓ ઉદ્યોગોની જરૂરિયાત મુજબ વધુ કુશળ અને રોજગારલક્ષી બની શકશે.