ગુજરાતમાં CNG વાહનચાલકોને વધુ એક વખત મોંઘવારીનો ફટકો લાગ્યો છે. અદાણી CNGએ પ્રતિ કિલો રૂ. 2.24નો ભાવ વધારો જાહેર કરતા હવે CNGનો નવો ભાવ રૂ. 86.1 પ્રતિ કિલો થયો છે. સતત વધતા ભાવોને કારણે સામાન્ય વાહનચાલકોમાં ચિંતા વધી રહી છે.