Dahod માં પોલીસ લોકઅપની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ગાડીઓની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. આરોપીએ છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે લોકઅપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.