Surat માં શીતલ રેસ્ટોરન્ટમાં થયેલા ફૂડ પોઈઝનિંગના બનાવ બાદ આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગ એલર્ટ મોડમાં આવી ગયા છે. શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેરના તમામ 9 ઝોનમાં અલગ-અલગ ટીમો બનાવીને હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે.