
Jamnagar: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન જામનગરમાં દેશભક્તિ સાથે હેરિટેજ અને જૂની યાદોનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર 1946થી 1980ના સમયગાળાની વિન્ટેજ કારોની રેલી નીકળી હતી. તિરંગાથી શણગારેલી દાયકાઓ જૂની કારોએ નગરજનોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

Jamnagar: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર જામનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. આ દરમિયાન શહેરની રતનબાઈ મસ્જિદ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મસ્જિદ પરિસરમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

PM Modi Independence Day 2026: દેશ 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. રાષ્ટ્રીય પર્વની મુખ્ય ઉજવણી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધિત કરશે. આ વખતે પણ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં કેટલીક વિશેષ બાબતો જોવા મળશે અને વડાપ્રધાન મોદી માટે આ દિવસ રેકોર્ડની દૃષ્ટિએ પણ મહત્વનો બની શકે છે....

Ahmedabad Independence Day Cultural Program: દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં શહીદ વીરોની યાદમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જન-જનમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 14 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ રાત્રે 9 વાગ્યે અમદાવાદના મહારાણા પ્રતાપ ચોક, ભાલકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ખોખરા ખાતે યોજાશે. શહીદ વીરોને...

Amreli Independence Day 2026: દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલીમાં યોજાઈ રહી છે. સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી પહોંચ્યા હતા. અમરેલી આગમન બાદ તેમણે નગરદેવ સમાન પૌરાણિક શ્રદ્ધાધામ શ્રી નાગનાથ મહાદેવ મંદિરે પહોંચીને ભગવાન મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ શ્રી નાગનાથ મહાદેવના દર્શન કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા...

Amreli Green City Tree Plantation: આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા અમરેલી આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ સાવરકુંડલા રોડ સ્થિત અમરેલી નગરપાલિકા સંચાલિત શેલ્ટર હાઉસ પટાંગણમાં વૃક્ષારોપણ કરીને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર સાથે પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો હતો. આ તકે જિલ્લા પ્રભારી અને કેબિનેટ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરીયાની વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિશેષ...

Independence Day 2026: દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલી ખાતે યોજાઈ રહી છે. સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી પહોંચ્યા હતા. અમરેલી પહોંચ્યા બાદ તેમણે પૌરાણિક શ્રદ્ધાધામ શ્રી નાગનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

Independence Day Development Grant Gujarat 2026: ગુજરાત સરકારે 15 ઓગસ્ટ, 2026ના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં વિવિધ વિકાસ કામોને વેગ આપવાના ક્રમને જાળવી રાખતા કુલ રૂ. 29.75 કરોડની વિકાસ ગ્રાન્ટની ફાળવણી નિર્ણય કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સીધા નેતૃત્વ હેઠળ કાર્યરત સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 12 ઓગસ્ટ, 2026ના રોજ આ અંગેનો હુકમ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા રાષ્ટ્રીય...

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને ભવ્ય ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઈ હતી. ધારાસભ્ય જયેશ રાદડિયાની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં શહેરના આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. તિરંગા સાથે નીકળેલી યાત્રાથી સમગ્ર જેતપુર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.