
Pandvai Sugar Factory Election: હાંસોટ તાલુકામાં આવેલી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી એટલે કે પંડવાઈ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કુલ 15 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો જોવા મળી શકે છે. 5 સપ્ટેમ્બરે મતદાન જાહેરનામા મુજબ પંડવાઈ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે 5 સપ્ટેમ્બર, 2026ના રોજ મતદાન...

Bardoli: એશિયાની સૌથી મોટી શેરડીનું પીલાણ કરતી બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે. કુલ 15 બેઠકોમાંથી 14 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે, જ્યારે સહકારી મંડળીની એક બેઠક બિનહરીફ થઈ છે. મતદાનને લઈને સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.