
ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ સોશિયલ મીડિયા પર પોતાની હાજરી વધુ વિસ્તારી છે. ગુરુવારે મંત્રાલયે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Snapchat પર સત્તાવાર એકાઉન્ટ શરૂ કરવાની જાહેરાત કરી. મંત્રાલયે યુઝર્સને તેના સત્તાવાર Snapchat એકાઉન્ટ સાથે જોડાવા અપીલ કરી છે.

SCO Summit 2027 Pakistan: વર્ષ 2027માં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટને લઈને રાજદ્વારી ચર્ચાઓ તેજ બની છે. પાકિસ્તાને સત્તાવાર રીતે સંકેત આપ્યા છે કે SCOના તમામ સભ્ય દેશોને સમિટ માટે આમંત્રણ મોકલવામાં આવશે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અન્દ્રાબીએ મીડિયા બ્રિફિંગ દરમિયાન જણાવ્યું હતું કે SCOની પરંપરા અને પ્રોટોકોલ મુજબ...

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રવિવારે નવી દિલ્હીમાં જાંજીબાર, યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. હુસેન અલી મ્વિની સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને તાન્ઝાનિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.