વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં મધ્યરાત્રિએ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસાદના કારણે હોસ્ટેલ પરિસરમાં પાણીનું સ્તર ઝડપથી વધતાં વિદ્યાર્થીઓ અને અન્ય રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.