વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આગામી 11 ઓગસ્ટે યોજાનારી આ યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે. તિરંગા યાત્રાના આયોજનને આખરી ઓપ આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ મુખ્ય કચેરી ખાતે મેયર હિતેશભાઈ બારોટની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.