દરિયાકાંઠાના પર્યાવરણના સંરક્ષણ અને જળવાયુ પરિવર્તનની અસર સામે લડવામાં ગુજરાત દેશ માટે એક આદર્શ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્ર સરકારની મિષ્ટી (MISHTI) યોજના હેઠળ રાજ્યમાં મેન્ગ્રોવના સંરક્ષણ અને વિસ્તરણ માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે વર્ષોથી સતત પ્રયાસો કરીને છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 40 હજાર હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રોવનું વાવેતર અને પુનઃસ્થાપન કર્યું છે.