રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ મારફતે જામનગર મોકલવાનો બ્રાસ સ્ક્રેપનો જથ્થો બારોબાર સગેવગે કરવાની ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમદાવાદમાં રહેતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી અંદાજે ₹2.21 કરોડની કિંમતનો 23 ટન જેટલો બ્રાસ સ્ક્રેપ અને ટ્રક કબજે કરવામાં આવ્યો છે. જ્યારે મૂળ ટ્રકના ચાલક અને ક્લીનરની શોધખોળ હાથ ધરાઈ છે.