
Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં હાલ પ્રવાસીઓની રોનક જોવા મળી રહી છે. કાશ્મીરના ગુલમર્ગમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે અને અહીંના કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે.

ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગિરનાર રોપવે સતત આઠમા દિવસે પણ બંધ રહ્યો છે. ગિરનાર પર્વત પર હાલ 70થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.