
Delhi Section 163 Independence Day: દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. લાલ કિલ્લા ખાતે યોજાનારા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ અને VIP-VVIP મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ધારા 163 લાગુ કરવામાં આવી છે. આ સાથે પતંગ ઉડાવવા સહિત કોઈપણ પ્રકારની હવાઈ વસ્તુ ઉડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશ 16 ઓગસ્ટ સુધી અમલમાં...

સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા ગુરુવારે સવારે 7:30 વાગ્યાથી આગામી આદેશ સુધી 16 મેટ્રો સ્ટેશનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સેક્રેટરિયેટ મેટ્રો સ્ટેશનો પર ઇન્ટરચેન્જ સુવિધા ચાલુ રાખવામાં આવી છે.