
Madhavpur Ghed: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ વિસ્તારમાં અનોખી રીતે દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર-1 દ્વારા દમણથી માધવપુર ઘેડ સુધી ભવ્ય મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને જવાનો સાથે NCC કેડેટ્સ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલા મગરવાડા ખાતે પાવર હાઉસમાં અચાનક ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પાવર હાઉસમાં લાગેલી આગ એટલી વિકરાળ હોવાનું સામે આવ્યું છે કે તેના ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ સ્પષ્ટ રીતે જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં પણ ચિંતા ફેલાઈ હતી.