
Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર-જુનાગઢ હાઈવે પર આવેલી વ્રજ વાટિકા હોટલમાં રાજકોટ રેન્જ પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં હોટલના રૂમમાંથી રોકડ રકમ, બે કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹41.26 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Jetpur Luxury Bus Tax Scam: રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડતું એક ચોંકાવનારું ટેક્સ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસે ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા એક જ રજીસ્ટ્રેશન નંબરની નકલી નંબર પ્લેટ બનાવી અનેક બસો અલગ-અલગ રૂટ પર દોડાવવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે 10 લક્ઝરી બસ, એક ઓમ્ની કાર સહિત કુલ 11...