
Jamnagar: જામનગર શહેરમાં હોમગાર્ડ જવાનોની સતર્કતા અને સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. શહેરના રણજીતસાગર રોડ પર આર્મી એરિયાના ગેટ નજીક મોડી રાત્રે સ્ટ્રીટ લાઇટના વીજપોલમાં અચાનક આગ લાગી હતી.

Jamnagar: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન જામનગરમાં દેશભક્તિ સાથે હેરિટેજ અને જૂની યાદોનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર 1946થી 1980ના સમયગાળાની વિન્ટેજ કારોની રેલી નીકળી હતી. તિરંગાથી શણગારેલી દાયકાઓ જૂની કારોએ નગરજનોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

Jamnagar: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર જામનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. આ દરમિયાન શહેરની રતનબાઈ મસ્જિદ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મસ્જિદ પરિસરમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર: જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં થયેલી ડિમોલેશન કાર્યવાહી બાદ ઘર વિહોણા બનેલા વૃદ્ધ દંપતી નંદુમા અને નારણબાપાના સમર્થનમાં હવે આહિર મહિલા મંડળ મેદાને આવ્યું છે. મહિલા મંડળના આગેવાનોએ નંદુમાની મુલાકાત લઈ તેમની વ્યથા સાંભળી હતી અને સમગ્ર ઘટનાને માનવતા અને સંવેદનાને ઝંઝોળી નાખે તેવી ગણાવી હતી. આહિર મહિલા મંડળના પ્રમુખ વીંઝીબેન ભાદરકાએ જણાવ્યું હતું કે, એક વૃદ્ધ મહિલાને જે રીતે...