પોતાના બેફામ નિવેદનો માટે જાણીતી બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે ફરી એકવાર જેન-ઝી એટલે કે નવી પેઢી અને આઝાદીના અર્થ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. સામાજિક મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાની વાત રાખતી કંગનાએ કહ્યું કે દરેક વ્યક્તિને પોતાની પસંદગી પ્રમાણે જીવન જીવવાની આઝાદી છે, પરંતુ તેની આઝાદી બીજા વ્યક્તિના જીવન અથવા સુરક્ષા માટે ખતરો ન બનવી જોઈએ.