
રાજ્યસભાની કાર્યવાહી સોમવારે બે વખત સ્થગિત થયા બાદ બપોરે 2 વાગ્યે ફરી શરૂ થઈ હતી. કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના હંગામા વચ્ચે થોડા સમય માટે ગૃહનું કામકાજ ચાલ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાષ્ટ્ર-ગૌરવ અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026 પર વિચારણા અને તેને પસાર કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે, ગૃહમાં હોબાળો ચાલુ રહેતા બિલ પર ચર્ચા થઈ શકી નહોતી અને કાર્યવાહી ફરી સ્થગિત કરવામાં આવી હતી.

Monsoon Session Bill: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર રાજ્યસભામાં મહત્વપૂર્ણ 'વંદે માતરમ બિલ-2026' રજૂ કરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં આ બિલ રજૂ કરશે. બિલમાં રાષ્ટ્રીય ગીત **'વંદે માતરમ'**નું અપમાન કરવું અથવા તેના ગાયનમાં ઇરાદાપૂર્વક વિક્ષેપ પાડવો દંડનીય ગુનો બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. પ્રસ્તાવિત બિલ મુજબ જો કોઈ વ્યક્તિ જાણીજોઈને 'વંદે માતરમ'ના ગાયન દરમિયાન અવરોધ ઉભો...