Silver Import License India: ભારતમાં સોના બાદ હવે ચાંદીની આયાત પર પણ કેન્દ્ર સરકારે મોટી સખ્તાઈ દાખવી છે. સરકારે ચાંદીના આયાતને હવે “પ્રતિબંધિત કેટેગરી”માં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એટલે કે હવે ચાંદી આયાત કરવા માટે સરકાર પાસેથી ખાસ લાઇસન્સ લેવું ફરજિયાત રહેશે. અત્યાર સુધી ચાંદી “ફ્રી ઇમ્પોર્ટ” કેટેગરીમાં આવતી હોવાથી કોઈ વિશેષ મંજૂરી વગર આયાત થઈ શકતી હતી. સરકારનો આ નિર્ણય દેશના વધતા આયાત બિલ પર નિયંત્રણ મેળવવા અને કિંમતી ધાતુઓની આયાત પર વધુ દેખરેખ રાખવા માટે લેવામાં આવ્યો હોવાનું માનવામા