ચ

ચરાઈદેવ

કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાનો પૂર્વોત્તર પ્રવાસ, પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની કરશે સમીક્ષા

કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાનો પૂર્વોત્તર પ્રવાસ, પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની કરશે સમીક્ષા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડા 4થી 6 ઓગસ્ટ દરમિયાન પૂર્વોત્તર ભારતના ત્રણ દિવસના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ આસામ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પૂર તથા ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા કરશે.

Growth Now News
આસામમાં પૂરના સંકટ વચ્ચે મોબાઇલ કનેક્ટિવિટી માટે ICR સેવા શરૂ, 5.6 લાખથી વધુ લોકો પ્રભાવિત

આસામમાં પૂરના સંકટ વચ્ચે મોબાઇલ કનેક્ટિવિટી માટે ICR સેવા શરૂ, 5.6 લાખથી વધુ લોકો પ્રભાવિત

આસામમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા પણ અસરગ્રસ્ત બની હોવાથી કેન્દ્ર સરકારે અસરગ્રસ્ત લોકોને મોબાઇલ નેટવર્કની સુવિધા મળી રહે તે માટે ઇન્ટ્રા સર્કલ રોમિંગ (ICR) સેવા શરૂ કરી છે. ભારત સરકારના દૂરસંચાર વિભાગ દ્વારા આ આપાતકાલીન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, જેથી એક ટેલિકોમ કંપનીના ગ્રાહકો જરૂરિયાત મુજબ બીજી કંપનીના ઉપલબ્ધ નેટવર્કનો ઉપયોગ કરી શકે.

Growth Now News