દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વિસ્તરેલા બરડા વન્યજીવ અભયારણ્યની ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓ સાથે જંગલ સફારી કરી હતી અને અભયારણ્યમાં ચાલી રહેલી વન વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી.