Gujarat Agriculture Leadership Award 2026: ગુજરાતના કૃષિ ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. રાજ્યના કૃષિ વિભાગને વર્ષ 2026નો પ્રતિષ્ઠિત 'એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. બાગાયત ક્ષેત્રે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીમાં યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્કલેવમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો....