
Shaktidoot 2.0: ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓને વધુ પ્રોત્સાહન આપવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘શક્તિદૂત 2.0’ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે રાજ્યમાં રમતગમત અને વાચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂ. 388 કરોડથી વધુના 37 જેટલા રમત સંકુલો અને લાઇબ્રેરી સહિતના માળખાકીય પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Shaktidoot 2.0: રાજ્યના રમતગમત ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને વૈશ્વિક સ્તરે દેશ-રાજ્યનું નામ રોશન કરતા પ્રતિભાશાળી રમતવીરોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારે ‘શક્તિદૂત યોજના’માં ક્રાંતિકારી સુધારા કરી ‘શક્તિદૂત 2.0’ અમલી બનાવી છે. ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના ધ્યેય મંત્ર સાથે ‘શક્તિદૂત 2.0’ યોજનાનો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના...