
Retail Inflation: દેશમાં મોંઘવારીને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઓક્ટોબર મહિનામાં છૂટક મોંઘવારી દર વધીને 6.09 ટકા થયો છે, જે સપ્ટેમ્બર મહિનામાં 5.54 ટકા હતો.

ભારતમાં જુલાઈ 2026 દરમિયાન રિટેલ મોંઘવારી દર 4.5 ટકા રહેવાનો અંદાજ છે. જોકે, ખાદ્ય ચીજવસ્તુઓના ઊંચા ભાવને કારણે મોંઘવારી દરમાં વધારો થવાનું જોખમ યથાવત્ છે. બેંક ઓફ બરોડાના ગુરુવારે જાહેર થયેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

દેશના અનેક રાજ્યોમાં લોકો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં લગભગ 90 ટકા વરસાદની આગાહી કરી છે, પરંતુ જો ચોમાસું અપેક્ષા કરતાં નબળું રહે તો તેની સીધી અસર સામાન્ય લોકોના રસોડાના બજેટ પર પડી શકે છે.