
આમોદરા ગામમાં થયેલી હત્યાની ઘટના બાદ પણ વાલ્મિકી સમાજના લોકો પર ધાક-ધમકી અને ત્રાસ યથાવત હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે વાલ્મિકી સંગઠનના આગેવાનો પ્રતિકાત્મક નનામી સાથે સેવા સદન પહોંચ્યા હતા અને જિલ્લા પોલીસ વડા (SP) તથા જિલ્લા કલેક્ટર (DM)ને રજૂઆત કરી હતી.

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા જિલ્લા કલેક્ટરે શનિવાર, 1 ઓગસ્ટના રોજ જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.