Gujarat: ગુજરાતમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગે કામગીરી વધુ સઘન બનાવી છે. સમીક્ષા બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી.