Get News Alerts

Never miss breaking news updates.

WhatsAppનું મોટું સિક્યોરિટી અપડેટ: 6 Digit PINથી આગળ વધીને હવે વધુ મજબૂત પાસવર્ડનો વિકલ્પ

WhatsApp Security Update: ડિજિટલ ફ્રોડ અને એકાઉન્ટ ટેકઓવરના વધતા જોખમ વચ્ચે WhatsAppએ પોતાના કરોડો યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ સિક્યોરિટી અપડેટ જાહેર કર્યું છે. કંપનીએ Two-Step Verificationને વધુ મજબૂત બનાવવાની જાહેરાત...
R Gajjar
R GajjarUpdated on: 26 Aug 2026 07:28 PM IST
WhatsAppનું મોટું સિક્યોરિટી અપડેટ: 6 Digit PINથી આગળ વધીને હવે વધુ મજબૂત પાસવર્ડનો વિકલ્પWhatsAppનું મોટું સિક્યોરિટી અપડેટ: 6 Digit PINથી આગળ વધીને હવે વધુ મજબૂત પાસવર્ડનો વિકલ્પ

WhatsApp Security Update

WhatsApp Security Update: ડિજિટલ ફ્રોડ અને એકાઉન્ટ ટેકઓવરના વધતા જોખમ વચ્ચે WhatsAppએ પોતાના કરોડો યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ સિક્યોરિટી અપડેટ જાહેર કર્યું છે. કંપનીએ Two-Step Verificationને વધુ મજબૂત બનાવવાની જાહેરાત કરી છે, જેમાં અત્યાર સુધીના 6 અંકના PINની જગ્યાએ હવે વધુ લાંબો અલ્ફાન્યૂમેરિક પાસવર્ડ સેટ કરવાનો વિકલ્પ મળશે. આ પાસવર્ડમાં અક્ષરો, નંબરો અને વિશેષ અક્ષરોનો ઉપયોગ કરી શકાશે.

4f0633cd-ff27-4fb6-acdf-6461733a94d1.webp

6 Digit PINથી વધુ મજબૂત પાસવર્ડ તરફ WhatsApp

WhatsAppની Two-Step Verification સુવિધા એકાઉન્ટની સુરક્ષા માટે વધારાનું સુરક્ષા સ્તર આપે છે. અત્યાર સુધી તેમાં 6 અંકનો PIN ઉપયોગમાં લેવાતો હતો. હવે કંપનીએ આ સિસ્ટમને અપગ્રેડ કરીને લાંબો અને વધુ જટિલ પાસવર્ડ સેટ કરવાની સુવિધા આપી છે. નવો પાસવર્ડ અક્ષરો અને નંબરો ઉપરાંત special characters સાથે પણ બનાવી શકાશે. જેના કારણે સામાન્ય અથવા સરળતાથી અનુમાન કરી શકાય તેવા PINની સરખામણીએ એકાઉન્ટની સુરક્ષા વધુ મજબૂત બની શકે છે.

હેકર્સ માટે એકાઉન્ટ ટેકઓવર મુશ્કેલ બનાવવાનો પ્રયાસ

Two-Step Verificationનો મુખ્ય હેતુ કોઈ અન્ય વ્યક્તિ તમારા WhatsApp એકાઉન્ટ પર કબજો મેળવવાનો પ્રયાસ કરે ત્યારે વધારાની સુરક્ષા પૂરી પાડવાનો છે. WhatsAppના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિને One-Time Passcode મળી પણ જાય, તો Two-Step Verification એકાઉન્ટ ટેકઓવર સામે વધારાનું સુરક્ષા સ્તર પૂરું પાડે છે. હવે લાંબા અને જટિલ પાસવર્ડના વિકલ્પથી આ સુરક્ષા વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Passkeyમાં પણ મોટો અપડેટ

WhatsAppએ માત્ર Two-Step Verificationમાં જ ફેરફાર કર્યો નથી. કંપનીએ Passkeysને પણ વધુ વિસ્તૃત બનાવ્યા છે. Passkeyની મદદથી યુઝર્સ fingerprint, Face ID અથવા ફોનના screen lock દ્વારા WhatsAppમાં ફરીથી લોગિન કરી શકે છે. તેમાં SMS કોડ અથવા અલગ PIN યાદ રાખવાની જરૂર પડતી નથી. WhatsAppના જણાવ્યા અનુસાર, 1 બિલિયનથી વધુ લોકો પહેલેથી Passkey સેટ કરી ચૂક્યા છે. હવે Android અને iOS બંને ડિવાઇસનો ઉપયોગ કરતા યુઝર્સ પોતાના એકાઉન્ટમાં એકથી વધુ Passkey પણ ઉમેરી શકશે.

અજાણ્યા નંબરથી કોલ આવે તો મળશે વધુ માહિતી

WhatsAppએ Android યુઝર્સ માટે અજાણ્યા નંબરથી આવતા કોલ અંગે પણ મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. હવે જો કોઈ એવો વ્યક્તિ કોલ કરે જે તમારા Contactsમાં સેવ ન હોય, તો કોલ અંગે વધુ context આપવામાં આવશે. તેમાં નંબર અન્ય દેશનો છે કે નહીં અને તમારા બંનેના કોઈ Common Groups છે કે નહીં જેવી માહિતી જોવા મળી શકે છે. આ સુવિધાનો હેતુ યુઝર્સને કોલ રિસીવ કરતા પહેલાં વધુ માહિતી આપવાનો છે, જેથી શંકાસ્પદ અથવા સ્કેમ કોલ ઓળખવામાં મદદ મળી શકે.

WhatsApp યુઝર્સે શું ધ્યાન રાખવું?

  • નવા સિક્યોરિટી ફીચર્સ સાથે યુઝર્સે પોતાની તરફથી પણ કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.

  • Two-Step Verification માટે સરળ PIN અથવા પાસવર્ડનો ઉપયોગ ન કરો.

  • લાંબો અને મુશ્કેલ પાસવર્ડ પસંદ કરો.

  • WhatsAppનો OTP અથવા Verification Code કોઈની સાથે શેર ન કરો.

  • અજાણ્યા નંબરથી આવતા શંકાસ્પદ કોલ અને મેસેજથી સાવધાન રહો.

  • શક્ય હોય તો Passkey સેટ કરો.

  • શંકાસ્પદ એકાઉન્ટને Block અને Report કરો.

  • WhatsAppની સુરક્ષા વધુ મજબૂત કરવાની દિશામાં પગલું

WhatsApp સતત એકાઉન્ટ સુરક્ષા અને પ્રાઇવસી માટે નવા ફીચર્સ ઉમેરી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે નવા Two-Step Verification પાસવર્ડ, Passkeys અને અજાણ્યા કોલ અંગે વધુ માહિતી જેવા ફીચર્સનો હેતુ યુઝર્સને પોતાના એકાઉન્ટ પર વધુ નિયંત્રણ આપવાનો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]