IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે એક મોટી જાહેરાત કરી, કાયરન પોલાર્ડને બનાવ્યો હેડ કોચ


IPL 2027
IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે એક મોટી જાહેરાત કરી, કાયરન પોલાર્ડને બનાવ્યો હેડ કોચ


IPL 2027
IPL 2027: 5 વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આગામી IPL સીઝન પહેલા તેમના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ભૂતપૂર્વ અનુભવી અને વિસ્ફોટક ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડને ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ ટીમના બેટિંગ કોચ તરીકે સેવા આપી ચૂક્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા દ્વારા આ સમાચારની જાહેરાત કરી હતી. આ પહેલા મહેલા જયવર્ધને મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ હતા, પરંતુ તેમને તાજેતરમાં જ આ પદ પરથી રાજીનામું આપ્યું છે .
કાયરન પોલાર્ડે શું કહ્યું?
હેડ કોચ બન્યા પછી ખુશી વ્યક્ત કરતા કાયરન પોલાર્ડે કહ્યું, "મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચની જવાબદારી સંભાળવી મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આ ફ્રેન્ચાઈઝી મારા જીવન અને કરિયરનો એક મોટો ભાગ રહી છે. હું આ ટીમ સાથે ખેલાડી તરીકે અને પછી કોચ તરીકે પણ ઘણો લાંબો પ્રવાસ કર્યો છે. હું નીતા અંબાણી, આકાશ અંબાણી અને સમગ્ર MI પરિવારનો મારામાં વિશ્વાસ રાખવા બદલ આભાર માનું છું. હું ટીમના વારસાને આગળ વધારવા અને મારી ટીમને ઉજવણી માટે ઘણી વધુ ક્ષણો આપવા માટે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે કામ કરવા આતુર છું."
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Mumbai Indians elevate Kieron Pollard as Head Coach
A defining figure in MI’s success, the remarkable 16-year association of Kieron Pollard within the #OneFamily enters a new chapter.
Read more - https://t.co/ORZz4gruIr https://t.co/BMI38BYH1f</p>— Mumbai Indians (@mipaltan) <a href="https://x.com/mipaltan/status/2113851529296068780?ref_src=twsrc%5Etfw">October 24, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર સફર
મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી ક્રિકેટની સૌથી મજબૂત ટીમોમાંની એક છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માલિકીની આ ટીમ ફક્ત IPL પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિશ્વભરના ઘણા દેશોમાં પણ તેની ટીમો છે. મુંબઈ ફ્રેન્ચાઈઝીએ વિવિધ મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 13 ટાઈટલ જીત્યા છે. આમાં 5 IPL ટ્રોફી, તેમજ ચેમ્પિયન્સ લીગ, વિમેન્સ પ્રીમિયર લીગ (WPL), મેજર લીગ ક્રિકેટ (MLC), ILT20 અને SA20 જેવી મોટી ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે. કાયરન પોલાર્ડ હેડ કોચ તરીકે મેદાન પર ટીમ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
કાયરન પોલાર્ડનું T20 ક્રિકેટમાં પ્રદર્શન
કાયરન પોલાર્ડ T20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ખતરનાક અને મહાન ખેલાડીઓમાંથી એક છે. તેના T20 ક્રિકેટના આંકડા પ્રભાવશાળી છે. તેને કુલ 754 T20 મેચ રમી છે, જેમાં વિશ્વભરમાં T20 લીગ (જેમ કે IPL, CPL અને PSL) અને ઈન્ટરનેશનલ મેચનો સમાવેશ થાય છે. આ મેચમાં, તેને 31.71 ની ધમાકેદાર બેટિંગ એવરેજ અને 150 થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે 14,999 રન બનાવ્યા છે. કાયરન પોલાર્ડે T20 ક્રિકેટમાં 1,000 થી વધુ છગ્ગા પણ ફટકાર્યા છે, જે તેની વિસ્ફોટક બેટિંગનો પુરાવો છે. વધુમાં તેને બોલ સાથે પણ પોતાની કુશળતા દર્શાવી છે, 341 વિકેટ લીધી છે.
આ પણ વાંચો: Bhuvneshwar Kumarએ વાપસી બાદ હાંસલ કરી મોટી સિદ્ધિ, આ મામલે નંબર-1 બોલર બન્યો





