Team India ન્યુઝીલેન્ડ પહોંચી, T20I સિરીઝ પહેલા ફેન્સમાં ઉત્સાહ


Team India
Team India ન્યુઝીલેન્ડ પહોંચી, T20I સિરીઝ પહેલા ફેન્સમાં ઉત્સાહ


Team India
Team India: ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ પહોંચી ગઈ છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે સોશિયલ મીડિયા પર ક્રાઈસ્ટચર્ચ એરપોર્ટ પર પહોંચેલા ભારતીય ખેલાડીઓના ફોટા શેર કર્યા છે. આ ફોટામાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી અને ટીમના અન્ય સભ્યો તેમના સામાન સાથે જોવા મળ્યા હતા.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 મેચની T20I સિરીઝ 22 ઓક્ટોબરથી શરૂ થશે. આ પછી બંને ટીમો 5 વનડે અને 2 ટેસ્ટ મેચની સિરીઝ પણ રમશે. સિનિયર ટીમની ટેસ્ટ સિરીઝ પહેલા ઈન્ડિયા A ન્યુઝીલેન્ડ એ સામે 3 બિનસત્તાવાર ટેસ્ટ મેચ પણ રમશે.
IND Vs NZ સિરીઝને લઈને ભારે એક્સાઈટમેન્ટ
ટીમ ઈન્ડિયાના આગમન પહેલા જ આ સિરીઝ ન્યુઝીલેન્ડમાં ચર્ચાનો વિષય બની રહી છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ અનુસાર ભારતના પ્રવાસ માટે અત્યાર સુધીમાં 1,10,000 થી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. જેમાંથી 63,000 ટિકિટો ફક્ત 5 મેચની T20I સિરીઝ માટે ખરીદવામાં આવી છે.
<blockquote class="twitter-tweet"><p lang="ro" dir="ltr">India have arrived in Ōtautahi 🇮🇳
#NZVIND https://t.co/bvNH65b7w7</p>— BLACKCAPS (@BLACKCAPS) <a href="https://x.com/BLACKCAPS/status/2112345592118628696?ref_src=twsrc%5Etfw">October 20, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
ક્રાઈસ્ટચર્ચમાં હેગલી ઓવલ અને હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે રમાનારી બંને T20I મેચની ટિકિટો સંપૂર્ણપણે વેચાઈ ગઈ છે. 30 ઓક્ટોબરે ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાનારી ચોથી T20I મેચની ટિકિટોની માગ પણ સતત વધી રહી છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટને આશા છે કે ઈડન પાર્ક ખાતે ભારત સામેની આ મેચ ગ્રાઉન્ડ પર દ્વિપક્ષીય ક્રિકેટ મેચ માટે સૌથી વધુ હાજરીનો રેકોર્ડ તોડી શકે છે. આ ગ્રાઉન્ડ પર દ્વિપક્ષીય મેચ માટે દર્શકોનો વર્તમાન રેકોર્ડ 36,523 છે. ટિકિટ વેચાણની વર્તમાન ગતિને જોતાં સ્ટેડિયમ આગામી અઠવાડિયાની શરૂઆતમાં ક્ષમતા સુધી પહોંચવાની અપેક્ષા છે.
બધા સ્ટેડિયમ હાઉસફુલ થવાની અપેક્ષા
ન્યુઝીલેન્ડ ક્રિકેટના ચીફ માર્કેટિંગ અને કોમર્શિયલ ઓફિસર, ગ્લેન ક્રિચલીએ ભારત પ્રવાસ માટે મળેલા સમર્થન પર આનંદ વ્યક્ત કર્યો. તેમને કહ્યું કે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ 5 માંથી 4 T20 મેચ દર્શકોથી ભરેલી જોવાનું શાનદાર હતું.
ક્રિચલીના મતે ક્રિકેટ ફેન્સ ઉનાળાની ઋતુની શરૂઆતને લઈને એક્સાઈટેડ છે, અને T20 વર્લ્ડ ચેમ્પિયન ભારત સામે ઘરની ધરતી પર રમવા કરતાં વધુ સારી શરૂઆત કોઈ હોઈ શકે નહીં. તેમને એમ પણ કહ્યું કે બંને ટીમો ક્રાઈસ્ટચર્ચમાં આવી ત્યારથી વાતાવરણ અને ઉત્સાહ વધ્યો છે. તેમને આશા વ્યક્ત કરી કે ઓકલેન્ડમાં ભારત સામેની મેચ દર્શકોની હાજરીની દ્રષ્ટિએ યાદગાર સાબિત થશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ અને યજમાન શહેર ખેલાડીઓ અને ફેન્સ બંને માટે આ પ્રવાસને ખાસ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.
આ પણ વાંચો: Asian Para Games 2026: એશિયન પેરા ગેમ્સમાં 200 મીટર દોડમાં તેજલબેન ડામોરે જીત્યો બ્રોન્ઝ મેડલ





