Ind Vs Pak: રાઈઝિંગ એશિયા કપ 2026ના શેડ્યૂલની જાહેરાત, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર


Ind Vs Pak
Ind Vs Pak: રાઈઝિંગ એશિયા કપ 2026ના શેડ્યૂલની જાહેરાત, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર


Ind Vs Pak
Ind Vs Pak: ક્રિકેટપ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ રાઈઝિંગ એશિયા કપ 2026ના શેડ્યૂલની જાહેરાત કરી છે. કતારની રાજધાની દોહામાં 19થી 29 નવેમ્બર દરમિયાન આ ટુર્નામેન્ટ રમાશે.
સૌથી વધુ ચર્ચા ભારત અને પાકિસ્તાન વચ્ચેના મેચની છે, જે 22 નવેમ્બરે રમાશે. બંને ટીમને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે, જેના કારણે ગ્રુપ સ્ટેજમાં જ ક્રિકેટપ્રેમીઓને હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે.
22 નવેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 20 નવેમ્બરે નેપાળ સામેની મેચથી કરશે. ત્યારબાદ 22 નવેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે અને 24 નવેમ્બરે સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમશે.
આ ટુર્નામેન્ટ યુવા અને ઊભરતા ખેલાડીઓ માટે ઈન્ટરનેશનલ લેવલે પોતાની પ્રતિભા દર્શાવવાની મહત્ત્વપૂર્ણ તક છે. ભારત અને પાકિસ્તાનના યુવા ખેલાડીઓ વચ્ચેની ટક્કર પર ફેન્સની ખાસ નજર રહેશે.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Last edition was a blockbuster and Qatar is ready for another round of fireworks 🧨
𝐓𝐡𝐞 #𝐃𝐏𝐖𝐨𝐫𝐥𝐝𝐌𝐞𝐧𝐬𝐀𝐬𝐢𝐚𝐂𝐮𝐩𝐑𝐢𝐬𝐢𝐧𝐠𝐒𝐭𝐚𝐫𝐬𝟐𝟎𝟐𝟔 𝐫𝐞𝐭𝐮𝐫𝐧𝐬 𝐨𝐧 𝟏𝟗 𝐍𝐨𝐯𝐞𝐦𝐛𝐞𝐫 ⭐
#ACC https://t.co/rCZGF9JCYI</p>— AsianCricketCouncil (@ACCMedia1) <a href="https://x.com/ACCMedia1/status/2113926666447941716?ref_src=twsrc%5Etfw">October 24, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
રાઈઝિંગ એશિયા કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ
19 નવેમ્બર: બાંગ્લાદેશ વિ હોંગકોંગ — સવારે 11:30 વાગ્યે
19 નવેમ્બર: શ્રીલંકા વિ અફઘાનિસ્તાન — બપોરે 3:30 વાગ્યે
20 નવેમ્બર: પાકિસ્તાન વિ UAE — સવારે 11:30 વાગ્યે
20 નવેમ્બર: ભારત વિ નેપાળ — બપોરે 3:30 વાગ્યે
21 નવેમ્બર: શ્રીલંકા વિ હોંગકોંગ — સવારે 11:30 વાગ્યે
21 નવેમ્બર: બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન — બપોરે 3:30 વાગ્યે
22 નવેમ્બર: UAE વિ નેપાળ — સવારે 11:30 વાગ્યે
22 નવેમ્બર: ભારત વિ પાકિસ્તાન — બપોરે 3:30 વાગ્યે
23 નવેમ્બર: અફઘાનિસ્તાન વિ હોંગકોંગ — સવારે 11:30 વાગ્યે
23 નવેમ્બર: શ્રીલંકા વિ બાંગ્લાદેશ — બપોરે 3:30 વાગ્યે
24 નવેમ્બર: ભારત વિ UAE — સવારે 11:30 વાગ્યે
24 નવેમ્બર: પાકિસ્તાન વિ નેપાળ — બપોરે 3:30 વાગ્યે
26 નવેમ્બર: પ્રથમ સેમીફાઈનલ — બપોરે 3:30 વાગ્યે
27 નવેમ્બર: બીજી સેમીફાઈનલ — બપોરે 3:30 વાગ્યે
29 નવેમ્બર: ફાઈનલ — બપોરે 3:30 વાગ્યે
ગયા એડિશનમાં ભારતને મળી હતી નિરાશા
ગયા એડિશનમાં ભારત-A ટીમે UAEને 148 રનથી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ પાકિસ્તાન-A સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઓમાન સામે જીત મેળવીને ટીમે સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
સેમીફાઈનલમાં બાંગ્લાદેશ-A સામે મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરમાં ભારતને હાર મળી હતી. બીજી તરફ પાકિસ્તાન-Aએ ફાઈનલમાં બાંગ્લાદેશ-Aને સુપર ઓવરમાં હરાવીને ખિતાબ જીત્યો હતો.
આ વખતે ભારત સામે ખિતાબ જીતવાનો પડકાર
રાઈઝિંગ એશિયા કપ 2026માં ભારતીય ટીમની નજર ગયા વખત કરતાં વધુ સારા પ્રદર્શન પર રહેશે. ખાસ કરીને 22 નવેમ્બરે પાકિસ્તાન સામેની મેચ ટીમ માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે. પરંતુ ટુર્નામેન્ટમાં ખિતાબ જીતવા માટે ભારતે ગ્રુપ સ્ટેજ સિવાય સેમીફાઈનલ અને ફાઈનલમાં પણ શાનદાર પ્રદર્શન કરવું પડશે.
આ પણ વાંચો: Abhishek Sharmaની ઐતિહાસિક સિદ્ધિ, T20I પાવરપ્લેમાં આ મામલે વર્લ્ડનો પ્રથમ બેટર બન્યો





