Get News Alerts

Never miss breaking news updates.

Ishan Kishanએ રચ્યો ઈતિહાસ, બેંગલુરુમાં 3 ચોગ્ગા ફટકારીને રિઝવાન-સૂર્યાનો તોડ્યો રેકોર્ડ

Ishan Kishan: ઈશાન કિશને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1 વર્ષમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ હાંસલ કર્યો છે. તેને પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પાછળ છોડ્યો છે.
Nancy ShuklaUpdated on: 18 Oct 2026 07:03 PM IST
Ishan Kishanએ રચ્યો ઈતિહાસ, બેંગલુરુમાં 3 ચોગ્ગા ફટકારીને રિઝવાન-સૂર્યાનો તોડ્યો રેકોર્ડIshan Kishanએ રચ્યો ઈતિહાસ, બેંગલુરુમાં 3 ચોગ્ગા ફટકારીને રિઝવાન-સૂર્યાનો તોડ્યો રેકોર્ડ

Ishan Kishan

Ishan Kishan: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 સિરીઝની અંતિમ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી, પરંતુ ઈશાન કિશને તેની 30 રનની ઈનિંગ સાથે ઈતિહાસ રચ્યો. તેને 10 બોલમાં આ 30 રન બનાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો. કિશને તેની ઈનિંગ દરમિયાન 2 છગ્ગા અને 3 ચોગ્ગા પણ ફટકાર્યા. આ 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે તેને મોહમ્મદ રિઝવાન અને સૂર્યકુમાર યાદવના રેકોર્ડ તોડ્યો.

ઈશાન કિશન T20માં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટ્સમેન બન્યો

ઈશાન કિશને વેસ્ટ ઈન્ડીઝ સામેની છેલ્લી T20Iમાં 3 શાનદાર બાઉન્ડ્રી ફટકારી, એક જ વર્ષમાં પૂર્ણ-સભ્ય ટીમોમાં T20I ક્રિકેટમાં વિશ્વનો નંબર 1 બેટ્સમેન બન્યો. તેને પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધો, જેને 2021 માં 119 ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ઈશાન કિશનએ 2026 માં T20I ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 122 ચોગ્ગા ફટકારીને મોહમ્મદ રિઝવાનનો 5 વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો છે. ઝિમ્બાબ્વેનો બ્રાયન બેનેટ 2025 માં 109 ચોગ્ગા સાથે આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ભારતના સૂર્યકુમાર યાદવ ચોથા નંબરે છે, જેને 2022 માં 106 ચોગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાનનો બાબર આઝમ 2021 માં 99 ચોગ્ગા સાથે પાંચમા સ્થાને છે.

T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ચોગ્ગા મારનારા ટોપ બેટ્સમેન

122 ચોગ્ગા - ઈશાન કિશન (2026)

119 ચોગ્ગા – મોહમ્મદ રિઝવાન (2021)

109 ચોગ્ગા - બ્રાયન બેનેટ (2025)

106 ચોગ્ગા - સૂર્યકુમાર યાદવ (2022)

99 ચોગ્ગા – બાબર આઝમ (2021)

ઈશાન કિશને સૂર્યકુમાર યાદવને પાછળ છોડ્યો

આ ઈનિંગ દરમિયાન ઈશાન કિશને T20I ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રી (ચોક્કા અને છક્કા) ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. તેને સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો, જેને 2022માં 174 બાઉન્ડ્રી ફટકારી હતી. ઈશાન 2026 માં ટોપ સ્થાને પહોંચ્યો છે, તેને અત્યાર સુધી 34 મેચોમાં 177 બાઉન્ડ્રી (122 ચોક્કા અને 55 છક્કા) ફટકારી છે. અભિષેક શર્મા 162 બાઉન્ડ્રી સાથે આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે.

T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રી મારનારા ખેલાડીઓ (પૂર્ણ સભ્ય)

177 – ઈશાન કિશન (2026)

174 - સૂર્યકુમાર યાદવ (2022)

162 - અભિષેક શર્મા (2026)

161 - મોહમ્મદ રિઝવાન (2021)

139 - અભિષેક શર્મા (2025)

આ પણ વાંચો: Naman Dhirએ યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 બોલમાં રચ્યો ઈતિહાસ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.