Nikki Prasad: ડેબ્યુ સ્ટાર નિકીએ દીપ્તિ શર્મા સાથે મળીને રચ્યો ઈતિહાસ, 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો


Nikki Prasad
Nikki Prasad: ડેબ્યુ સ્ટાર નિકીએ દીપ્તિ શર્મા સાથે મળીને રચ્યો ઈતિહાસ, 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો


Nikki Prasad
Nikki Prasad: ભારત અને ઝિમ્બાબ્વેની વિમેન્સ ટીમ વચ્ચે રાયપુરમાં પ્રથમ T20 મેચ રમાઈ હતી. ભારતીય વિમેન્સ ટીમે આ મેચ 4 વિકેટથી જીતી હતી . આ જીત સાથે ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં 1-0 ની લીડ મેળવવામાં સફળ રહી છે. ટીમ ઈન્ડિયાની આ જીતમાં દીપ્તિ શર્મા અને ડેબ્યુટન્ટ નિકી પ્રસાદે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ ભારત માટે 116 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 15.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ મેચમાં દિપ્તિ શર્મા સાથે મળીને નિકી પ્રસાદે એક નવો બેટિંગ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
નિકી પ્રસાદ અને દીપ્તિ શર્માએ 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
નિકી પ્રસાદ અને દીપ્તિ શર્માએ ભારતીય વિમેન્સ T20 ક્રિકેટ ટીમ માટે ઈતિહાસ રચ્યો છે. રાયપુરમાં ઝિમ્બાબ્વે સામેની મેચમાં તેને પાંચમી વિકેટ અને તેનાથી નીચે 82 રનની શાનદાર પાર્ટનરશીપ કરી. આ પાર્ટનરશીપે મિતાલી રાજ અને અનુજા પાટીલના 10 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો, જેને 2016માં રાંચીમાં શ્રીલંકા સામે 77 રન બનાવ્યા હતા. નિકી અને દીપ્તિની પાર્ટનરશીપે માત્ર મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને સ્થિર કરી નહીં, પરંતુ એક નવો રેકોર્ડ પણ બનાવ્યો.
દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો
અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માનું સમગ્ર મેચ દરમિયાન પ્રદર્શન શાનદાર અને યાદગાર રહ્યું, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. જ્યારે ભારતનો ટોપ ઓર્ડર પત્તાના ઘર જેવો તૂટી પડ્યો, ત્યારે દીપ્તિ ક્રીઝ પર આવી અને સંયમથી બેટિંગ કરી. તેણે મુશ્કેલ સમયમાં ઈનિંગને મજબૂત બનાવી જ નહીં પરંતુ વિરોધી બોલર્સ પર દબાણ પણ જાળવી રાખ્યું. દીપ્તિએ શાનદાર બેટિંગ કરી, 37 બોલમાં 8 ચોગ્ગા ફટકારીને મહત્વપૂર્ણ 49 રન બનાવ્યા. તેણે મેચમાં ઈકોનોમિક રીતે બોલિંગ પણ કરી, તેણે ઓવરમાં માત્ર 22 રન આપ્યા, પરંતુ તે વિકેટ લઈ શકી ન હતી.
નિકી પ્રસાદે પણ પોતાના શાનદાર એક્ટિંગથી ફેન્સનું દિલ જીત્યું
આ દરમિયાન પોતાની પહેલી ઈન્ટરનેશનલ મેચ રમી રહેલી યુવા ખેલાડી નિકી પ્રસાદે પણ શાનદાર પ્રદર્શન કર્યું. જ્યારે ટીમ સૌથી વધુ દબાણમાં હતી, ત્યારે નિકીએ એક સંયમિત ખેલાડીની જેમ બેટિંગ કરી અને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. તે અણનમ રહી, તેને 35 બોલમાં 39 રનની ધીરજવાન ઈનિંગ રમી અને 1 ચોગ્ગો ફટકારીને મેચ પૂરી કરી. આખરે, ટીમ ઈન્ડિયાએ 15.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધું. બંને ટીમ વચ્ચે બીજી T20 પણ 18 ઓક્ટોબરે આ જ મેદાન પર રમાશે.
આ પણ વાંચો: Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, શ્રેયસ એયર વનડેમાં કરશે કેપ્ટનશીપ





