Ind Vs NZ: તિલક વર્મા અને નીતિશ રેડ્ડીએ તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ, ઈરફાન-યુસુફ પઠાણની જોડીને છોડી પાછળ


Ind Vs NZ
Ind Vs NZ: તિલક વર્મા અને નીતિશ રેડ્ડીએ તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ, ઈરફાન-યુસુફ પઠાણની જોડીને છોડી પાછળ


Ind Vs NZ
Ind Vs NZ: ભારતીય ક્રિકેટ ટીમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ શાનદાર રીતે આગળ વધી રહ્યો છે. 5 મેચની T20 સિરીઝની બીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી આ મેચમાં ભારતને જીતવા માટે 181 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
એક સમયે ભારતીય ટીમે 112 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી. બંનેએ સાતમી વિકેટ માટે 69 રનની અણનમ પાર્ટનરશીપ કરીને 17 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ પણ તોડી નાખ્યો.
તિલક-નીતિશે ઈરફાન અને યુસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સફળ રનચેઝ દરમિયાન ભારત માટે સાતમી વિકેટની સૌથી મોટી પાર્ટનરશીપનો રેકોર્ડ અગાઉ ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણના નામે હતો. વર્ષ 2009માં શ્રીલંકા સામે બંનેએ સાતમી વિકેટ માટે 59 રન જોડ્યા હતા.
હવે તિલક વર્મા અને નીતિશ રેડ્ડીએ ન્યૂઝીલેન્ડ સામે 69 રનની અણનમ પાર્ટનરશીપ કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બંનેની આ પાર્ટનરશીપ ફુલ મેમ્બર ટીમો વચ્ચે સફળ T20 ઈન્ટરનેશનલ રનચેઝમાં સાતમી વિકેટ માટેની સંયુક્ત રીતે બીજી સૌથી મોટી પાર્ટનરશીપ પણ બની છે.
સફળ રનચેઝમાં સાતમી વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશીપ
82 રન -અફીફ હુસૈન અને મોસાદ્દેક હુસૈન (બાંગ્લાદેશ) સામે ઝિમ્બાબ્વે, 2019
69 રન - ચામિકા કરુણારત્ને અને દાસુન શનાકા (શ્રીલંકા) સામે ઓસ્ટ્રેલિયા, 2022
69 રન - તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડી (ભારત) સામે ન્યૂઝીલેન્ડ, 2026
64 રન - વેન પાર્નેલ અને રસ્ટી થેરોન (સાઉથ આફ્રિકા) સામે ઓસ્ટ્રેલિયા, 2011
59 રન - યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણ (ભારત) સામે શ્રીલંકા, 2009
તિલક વર્માએ હાર્દિક પંડ્યાને પાછળ છોડ્યો
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તિલક વર્માએ અણનમ 51 રનની નિર્ણાયક ઈનિંગ રમી હતી. આ પ્રદર્શન સાથે તેને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રનચેઝ દરમિયાન અણનમ રહીને ભારતને જીત અપાવવાના મામલે હાર્દિક પંડ્યાને પાછળ છોડી દીધો છે. તિલક અત્યાર સુધી 12 મેચમાં રનચેઝ દરમિયાન અણનમ રહ્યો છે અને આ તમામ મેચમાં ભારતે જીત મેળવી છે. બીજી તરફ હાર્દિક પંડ્યા 11 મેચમાં અણનમ રહ્યો હતો, જેમાં ભારતે 10 મેચ જીતી હતી.
આ લિસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ ટોપ પર છે. એમએસ ધોની રનચેઝ દરમિયાન 20 T20 ઈન્ટરનેશનલ મેચમાં અણનમ રહ્યો હતો, જેમાં ભારતે 15 મેચમાં જીત મેળવી હતી. તિલક વર્મા અને નીતિશ રેડ્ડીની આ યાદગાર પાર્ટનરશીપે ભારતને માત્ર જીત જ અપાવી નથી, પરંતુ ભારતીય T20 ક્રિકેટના રેકોર્ડબુકમાં પણ નવું સ્થાન અપાવ્યું છે.
આ પણ વાંચો: Ind Vs NZ: ટીમ ઈન્ડિયાની બીજી T20Iમાં શાનદાર જીત, નમન-તિલક અને નીતીશ કુમારે મચાવી ધૂમ





