Asian Para Games 2026: ભારતનું ઐતિહાસિક પ્રદર્શન, 30 ગોલ્ડ સહિત કુલ 114 મેડલ જીતી રચ્યો નવો રેકોર્ડ

Asian Para Games 2026: એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતની શાનદાર સફર રેકોર્ડ બ્રેકિંગ જીત સાથે સમાપ્ત થઈ. ભારતે 30 ગોલ્ડ, 35 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલ જીત્યા.
Nancy ShuklaUpdated on: 24 Oct 2026 07:12 PM IST
Asian Para Games 2026: ભારતનું ઐતિહાસિક પ્રદર્શન, 30 ગોલ્ડ સહિત કુલ 114 મેડલ જીતી રચ્યો નવો રેકોર્ડAsian Para Games 2026: ભારતનું ઐતિહાસિક પ્રદર્શન, 30 ગોલ્ડ સહિત કુલ 114 મેડલ જીતી રચ્યો નવો રેકોર્ડ

Asian Para Games 2026

Asian Para Games 2026 માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતીય ખેલાડીઓએ 30 ગોલ્ડ, 35 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 114 મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

આ સાથે ભારતે અગાઉના તમામ રેકોર્ડ પાછળ છોડીને એશિયન પેરા ગેમ્સમાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ખાસ વાત એ છે કે ભારતે પ્રથમ વખત 30 ગોલ્ડ મેડલનો આંકડો પાર કર્યો છે.

એશિયન પેરા ગેમ્સમાં અગાઉનો રેકોર્ડ તોડીને રચ્યો ઈતિહાસ

આ પહેલાં એશિયન પેરા ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2022ની સ્પર્ધામાં જોવા મળ્યું હતું, જે કોરોના મહામારીને કારણે વર્ષ 2023માં ચીનના હાંગઝોઉમાં યોજાઈ હતી. તે વખતે ભારતે 27 ગોલ્ડ સહિત કુલ 108 મેડલ જીત્યા હતા. પરંતુ 2026ની સ્પર્ધામાં ભારતે 114 મેડલ સાથે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.

મેડલ ટેલીમાં ભારત ચોથા નંબરે

મેડલ ટેલીમાં ભારતે ચોથું સ્થાન મેળવ્યું હતું. ચીને 204 ગોલ્ડ, 115 સિલ્વર અને 108 બ્રોન્ઝ સહિત કુલ 427 મેડલ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જાપાન 63 ગોલ્ડ સાથે બીજા અને ઉઝબેકિસ્તાન 45 ગોલ્ડ સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું.

કઈ રમતમાં ભારતને કેટલા મેડલ મળ્યા?

ભારતને સૌથી વધુ સફળતા પેરા એથ્લેટિક્સમાં મળી હતી. ભારતીય ખેલાડીઓએ આ રમતમાં 22 ગોલ્ડ, 19 સિલ્વર અને 24 બ્રોન્ઝ સહિત કુલ 65 મેડલ જીત્યા હતા.

રમત પ્રમાણે ભારતનું પ્રદર્શન નીચે મુજબ રહ્યું

પેરા એથ્લેટિક્સ: 22 ગોલ્ડ, 19 સિલ્વર, 24 બ્રોન્ઝ — કુલ 65 મેડલ

પેરા બેડમિન્ટન: 3 ગોલ્ડ, 5 સિલ્વર, 8 બ્રોન્ઝ — કુલ 16 મેડલ

પેરા સ્વિમિંગ: 0 ગોલ્ડ, 3 સિલ્વર, 8 બ્રોન્ઝ — કુલ 11 મેડલ

પેરા તીરંદાજી: 3 ગોલ્ડ, 3 સિલ્વર, 0 બ્રોન્ઝ — કુલ 6 મેડલ

પેરા શૂટિંગ: 2 ગોલ્ડ, 2 સિલ્વર, 1 બ્રોન્ઝ — કુલ 5 મેડલ

પેરા ટેબલ ટેનિસ: 0 ગોલ્ડ, 0 સિલ્વર, 7 બ્રોન્ઝ — કુલ 7 મેડલ

પેરા જુડો: 0 ગોલ્ડ, 1 સિલ્વર, 1 બ્રોન્ઝ — કુલ 2 મેડલ

પેરા પાવરલિફ્ટિંગ: 0 ગોલ્ડ, 2 સિલ્વર, 0 બ્રોન્ઝ — કુલ 2 મેડલ

ભારતીય ખેલાડીઓના પ્રદર્શનથી દેશનું ગૌરવ વધ્યું

પેરા એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન અને પેરા તીરંદાજીમાં ભારતીય ખેલાડીઓએ ખાસ પ્રભાવ પાડ્યો હતો. તેમની મહેનત, સંઘર્ષ અને રમત પ્રત્યેના સમર્પણના પરિણામે ભારતે મેડલનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતનું આ પ્રદર્શન દેશના પેરા રમતવીરોની વધતી ક્ષમતાનું પ્રતીક છે. 30 ગોલ્ડ સહિત 114 મેડલ સાથે ભારતીય ખેલાડીઓએ સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય અને સતત મહેનતથી નવી ઊંચાઈઓ સર કરી શકાય છે.

આ પણ વાંચો: Ind Vs NZ: તિલક વર્મા અને નીતિશ રેડ્ડીએ તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ, ઈરફાન-યુસુફ પઠાણની જોડીને છોડી પાછળ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.