ICCએ મોટી ટુર્નામેન્ટનું શેડ્યૂલ કર્યું જાહેર, બાંગ્લાદેશ અને નેપાળ કરશે યજમાની, અલગ-અલગ ગ્રુપમાં છે ભારત અને પાકિસ્તાન


ICC
ICCએ મોટી ટુર્નામેન્ટનું શેડ્યૂલ કર્યું જાહેર, બાંગ્લાદેશ અને નેપાળ કરશે યજમાની, અલગ-અલગ ગ્રુપમાં છે ભારત અને પાકિસ્તાન


ICC
ICC: વિશ્વભરના યુવા ખેલાડીઓને ફરી એકવાર વિમેન્સ ક્રિકેટમાં પોતાની પ્રતિભા દર્શાવવા માટે એક મોટું પ્લેટફોર્મ મળવા જઈ રહ્યું છે. ICC અંડર-19 વિમેન્સ T20 વર્લ્ડકપ 2027નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ અને નેપાળ સંયુક્ત રીતે આવતા વર્ષે યોજાનારી આ ટુર્નામેન્ટનું આયોજન કરશે.
21 જાન્યુઆરીથી શરૂ થનારા આ વર્લ્ડકપમાં 16 ટીમ ટાઈટલ માટે સ્પર્ધા કરશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત વેસ્ટ ઈન્ડીઝ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. આ 2023માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટની ત્રીજી સીઝન હશે. આગામી વર્લ્ડકપમાં કુલ 41 મેચ રમાશે, જે બંને દેશોના 4 મેદાન પર આયોજિત થશે.
16 ટીમને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી
ટુર્નામેન્ટમાં ભાગ લેતી ટીમને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં દરેક ગ્રુપમાં 4 ટીમનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં મૂકવામાં આવ્યા નથી. ગ્રુપ Aમાં ભારત, આયર્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને યજમાન નેપાળનો સમાવેશ થાય છે. ગ્રુપ B માં સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને સમોઆનો સમાવેશ થાય છે. ગ્રુપ Cમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નાઈજીરીયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE)નો સમાવેશ થાય છે. ગ્રુપ D માં ઈંગ્લેન્ડ, શ્રીલંકા, યુનાઈટેડ સ્ટેટ્સ અને સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">16 teams 👊
41 matches 🏏
The ICC Women's T20 #U19WorldCup 2027 fixtures are confirmed 🤩
More ➡️ https://t.co/GQea2gLlsX https://t.co/Ls30ESfjSI</p>— T20 World Cup (@T20WorldCup) <a href="https://x.com/T20WorldCup/status/2112804201000837534?ref_src=twsrc%5Etfw">October 21, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
આ ટુર્નામેન્ટ 21 જાન્યુઆરીથી શરૂ થશે. શરૂઆતના દિવસે 4 મેચ રમાશે, જેમાં 8 ટીમ મેદાનમાં ઉતરશે. સહ-યજમાન બાંગ્લાદેશ UAE સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. નેપાળ 22 જાન્યુઆરીએ આયર્લેન્ડનો સામનો કરશે, જ્યારે ભારતીય ટીમ તે જ દિવસે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની પહેલી મેચ રમશે.
આ મેચો ચાર મેદાનો પર યોજાશે
વર્લ્ડકપની મેચ બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ અને સિલ્હટમાં તેમજ નેપાળની રાજધાની કાઠમંડુમાં રમાશે. બાંગ્લાદેશમાં ચટ્ટોગ્રામમાં બીર શ્રેષ્ઠ શહીદ ફ્લાઈટ લેફ્ટનન્ટ મતીઉર રહેમાન ક્રિકેટ સ્ટેડિયમ અને સિલ્હટ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ મેચનું આયોજન કરશે. નેપાળમાં, ટીયુ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને અપર મુલપાની ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ મેચનું આયોજન કરશે.
ચેમ્પિયનનો નિર્ણય 6 ફેબ્રુઆરીએ થશે
ગ્રુપ સ્ટેજની મેચો 26 જાન્યુઆરી સુધી ચાલશે. આગળના તબક્કામાં પહોંચનારી ટીમો સુપર સિક્સમાં જશે. આ તબક્કામાં ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોપ 2 ટીમો સેમીફાઈનલમાં પહોંચશે. સેમીફાઈનલ મેચ 4 ફેબ્રુઆરીએ ચટ્ટોગ્રામના બીર શ્રેષ્ઠ શહીદ ફ્લાઈટ લેફ્ટનન્ટ મતીઉર રહેમાન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. 5 ફેબ્રુઆરી આ ઈવેન્ટ માટે રિઝર્વ ડે છે. 6 ફેબ્રુઆરીએ ફાઈનલ રમાશે. 7 ફેબ્રુઆરી ફાઈનલ માટે રિઝર્વ ડે રહેશે.
આ પણ વાંચો: Asian Para Games: આયુષ વર્માએ જીત્યો ગોલ્ડ, પ્રવીણ કુમારે ગેમ્સ રેકોર્ડ સાથે રચ્યો ઈતિહાસ





