Asian Para Games: આયુષ વર્માએ જીત્યો ગોલ્ડ, પ્રવીણ કુમારે ગેમ્સ રેકોર્ડ સાથે રચ્યો ઈતિહાસ


Asian Para Games 2026
Asian Para Games: આયુષ વર્માએ જીત્યો ગોલ્ડ, પ્રવીણ કુમારે ગેમ્સ રેકોર્ડ સાથે રચ્યો ઈતિહાસ


Asian Para Games 2026
Asian Para Games: એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. 21 ઓક્ટોબરે સ્પર્ધાના ત્રીજા દિવસે આયુષ વર્મા અને પ્રવીણ કુમારે ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. જ્યારે પ્રવીણ કુમારે ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો, ત્યારે હાઈ જમ્પમાં બંટીએ સિલ્વર મેડલ જીતીને ભારતને બેવડી સફળતા અપાવી હતી.
આયુષ વર્માએ શોટપુટમાં જીત્યો ગોલ્ડ
આયુષ વર્માએ મેન્સ શોટપુટ F53 સ્પર્ધામાં 8.16 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તેમના પાંચમા પ્રયાસમાં આ અંતર નોંધાયું હતું. તેને પ્રથમ પ્રયાસમાં 7.39 મીટર, બીજા પ્રયાસમાં 7.42 મીટર, ત્રીજા પ્રયાસમાં 7.50 મીટર અને ચોથા પ્રયાસમાં 7.92 મીટરનો થ્રો કર્યો હતો.
ઈરાનના અલીરેઝા હેમામીએ 8.09 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે કઝાકિસ્તાનના મખામ્બેટ સેરિક્કાલિયેવે 6.81 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
આયુષનો આ સ્પર્ધામાં બીજો મેડલ છે. અગાઉ 20 ઓક્ટોબરે તેને જેવલિન થ્રો F53/54 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેને વર્ષ 2020માં સ્પર્ધાત્મક પેરા એથ્લેટિક્સમાં પ્રવેશ કર્યો હતો.
પ્રવીણ કુમારે ગેમ્સ રેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ
ભારતીય ખેલાડી પ્રવીણ કુમારે મેન્સ હાઈ જમ્પ T44/64 સ્પર્ધામાં 2.05 મીટરની છલાંગ લગાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેને ગેમ્સ રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. આ જ સ્પર્ધામાં બંટીએ 1.92 મીટરની વ્યક્તિગત બેસ્ટ જમ્પ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઉઝબેકિસ્તાનના તેમુરબેક ગિયાઝોવે 1.86 મીટરની છલાંગ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતીય ખેલાડીઓના આ પ્રદર્શનથી દેશના મેડલ ટેબલમાં વધુ વધારો થયો છે. બંને સ્પર્ધાઓમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને ભારતીય ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી છે.
આ પણ વાંચો: Team Indiaએ ઝિમ્બાબ્વેને 92 રનથી હરાવીને બનાવ્યો નવો રેકોર્ડ, ઘરઆંગણે સૌથી મોટી જીત





