Harmanpreet Kaurએ મિતાલી રાજને પાછળ છોડી, વિમેન્સ વનડેમાં સૌથી વધુ સદી ફટકારનારી બીજી ભારતીય ખેલાડી બની


Harmanpreet Kaur
Harmanpreet Kaurએ મિતાલી રાજને પાછળ છોડી, વિમેન્સ વનડેમાં સૌથી વધુ સદી ફટકારનારી બીજી ભારતીય ખેલાડી બની


Harmanpreet Kaur
Harmanpreet Kaur: ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર બેટિંગ કરીને નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઝિમ્બાબ્વે વિમેન્સ ટીમ સામેની બીજી વનડે મેચમાં હરમનપ્રીતે સદી ફટકારીને પૂર્વ કેપ્ટન મિતાલી રાજને પાછળ છોડી દીધી છે. આ સાથે તે વિમેન્સ વનડે ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનારી બીજી ખેલાડી બની ગઈ છે. આ લિસ્ટમાં હવે તે માત્ર વર્તમાન કેપ્ટન સ્મૃતિ મંધાનાથી પાછળ છે.
હરમનપ્રીત કૌરની શાનદાર સદી
ઝિમ્બાબ્વે સામેની બીજી વનડેમાં ભારતીય કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભારતની શરૂઆત સારી રહી ન હતી અને ટીમે માત્ર 19 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી.
આ મુશ્કેલ પરિસ્થિતિમાં હરમનપ્રીત કૌરે ટીમની સ્થિતિ સુધારી. તેને 101 બોલમાં પોતાના વનડે કરિયરની આઠમી સદી પૂરી કરી હતી. ત્યારબાદ પણ તેને આક્રમક બેટિંગ ચાલુ રાખતાં 121 બોલમાં 15 ચોગ્ગાની મદદથી 126 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
વિમેન્સ વનડેમાં ભારત માટે સૌથી વધુ સદી
ભારતીય વિમેન્સ ક્રિકેટરોમાં સૌથી વધુ વનડે સદી ફટકારવાના મામલે સ્મૃતિ મંધાના પ્રથમ સ્થાને છે.
સ્મૃતિ મંધાના – 14 સદી
હરમનપ્રીત કૌર – 8 સદી
મિતાલી રાજ – 7 સદી
પૂનમ રાઉત – 3 સદી
-જેમિમા રોડ્રિગ્સ – 3 સદી
પ્રતિકા રાવલ – 3 સદી
હરમનપ્રીતની આ સિદ્ધિ તેની લાંબા ક્રિકેટ કરિયર અને સતત સારા પ્રદર્શનને દર્શાવે છે.
37 વર્ષની ઉંમરે પણ શાનદાર પ્રદર્શન
ઝિમ્બાબ્વે સામે સદી ફટકારતી વખતે હરમનપ્રીત કૌરની ઉંમર 37 વર્ષ અને 231 દિવસ હતી. આ સાથે તે વિમેન્સ વનડે ક્રિકેટમાં સદી ફટકારનારી સૌથી વધુ ઉંમરની ખેલાડીઓના લિસ્ટમાં ચોથા નંબરે પહોંચી ગઈ છે.
આ લિસ્ટમાં ન્યૂઝીલેન્ડની બાર્બ બેવેજ પ્રથમ સ્થાને છે. તેણે 1982માં 39 વર્ષ અને 48 દિવસની ઉંમરે સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડની જેનેટ બ્રિટિન 38 વર્ષ અને 161 દિવસની ઉંમરે સદી ફટકારીને બીજા સ્થાને છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ડેલેન ટર્બ્લાંચ 37 વર્ષ અને 289 દિવસની ઉંમરે સદી ફટકારીને ત્રીજા સ્થાને છે.
ભારતીય વિમેન્સક્રિકેટ માટે મોટી સિદ્ધિ
હરમનપ્રીત કૌરની આ ઈનિંગે ફરી એકવાર સાબિત કર્યું છે કે અનુભવ અને આત્મવિશ્વાસ ખેલાડીની સફળતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મિતાલી રાજને પાછળ છોડીને તેણે ભારતીય વિમેન્સ ક્રિકેટમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. હવે તેની નજર સ્મૃતિ મંધાનાના સદીના રેકોર્ડ તરફ રહેશે.
આ પણ વાંચો: Ind Vs Pak: રાઈઝિંગ એશિયા કપ 2026ના શેડ્યૂલની જાહેરાત, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર





