BRICS Run & Ride માં ગૌતમ ગંભીરની એન્ટ્રી, ફિટનેસ માટે આપ્યો મોટો સંદેશ


BRICS Run & Ride
BRICS Run & Ride માં ગૌતમ ગંભીરની એન્ટ્રી, ફિટનેસ માટે આપ્યો મોટો સંદેશ


BRICS Run & Ride
BRICS Run & Ride : ફિટનેસને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમમાં ક્રિકેટ, રમતગમત અને મનોરંજન જગત સાથે જોડાયેલા જાણીતા ચહેરાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ જોડાયા હતા.
ગંભીર ઉપરાંત ભારતીય પહેલવાન અને અભિનેતા સંગરામ સિંહ તેમજ અભિનેત્રી મધુરિમા તુલીએ પણ કાર્યક્રમમાં ભાગ લઈને ફિટનેસનો સંદેશ આપ્યો હતો. BRICS દેશોના પ્રતિનિધિઓ અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ પણ આ ખાસ ફિટનેસ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
‘ભારત જેટલું ફિટ, તેટલું મજબૂત’: ગૌતમ ગંભીરનો યુવાનોને સંદેશ
આ પ્રસંગે ગૌતમ ગંભીરએ ‘ફિટ ઇન્ડિયા’ પહેલને દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે ફિટનેસને માત્ર કસરત અથવા રમતગમત પૂરતી મર્યાદિત ન રાખવાની વાત કરી હતી. ગંભીરના જણાવ્યા અનુસાર, દેશના નાગરિકો જેટલા વધુ ફિટ અને સ્વસ્થ રહેશે, તેટલું ભારત વધુ મજબૂત અને આત્મનિર્ભર બની શકશે.
ગૌતમ ગંભીરએ ખાસ કરીને યુવાનોને ફિટનેસ તરફ આગળ આવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ફિટનેસને માત્ર કોઈ સરકારી કાર્યક્રમ તરીકે જોવાની જરૂર નથી, પરંતુ તેને બદલાવ અને જનઆંદોલન તરીકે વિકસાવવાની જરૂર છે.
ફિટ ભારત, મજબૂત ભારત’
‘Sunday on Cycle’ જેવા કાર્યક્રમોનો મુખ્ય હેતુ લોકોમાં શારીરિક પ્રવૃત્તિ, સાયકલિંગ અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. આવા કાર્યક્રમોમાં સામાન્ય લોકો ઉપરાંત જાણીતી હસ્તીઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓની ભાગીદારીથી ફિટનેસનો સંદેશ વધુ વ્યાપક સ્તરે પહોંચે છે.
ગંભીરે દેશના યુવાનો અને નાગરિકોને આ પ્રકારની પહેલ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમનું માનવું છે કે જો ફિટનેસ લોકોની દૈનિક જીવનશૈલીનો ભાગ બનશે તો દેશના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતામાં પણ સકારાત્મક બદલાવ આવી શકે છે.
દિલ્હીમાં ફિટનેસનો જલસો
BRICS Run and Ride કાર્યક્રમ દરમિયાન રમતગમત, સાયકલિંગ અને ફિટનેસ પ્રત્યે લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં હાજર મહેમાનો અને પ્રતિનિધિઓએ પણ ફિટનેસને જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બનાવવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમના માધ્યમથી ‘ફિટ ભારત, મજબૂત ભારત’નો સંદેશ આપવામાં આવ્યો હતો. ગૌતમ ગંભીરની અપીલ ખાસ કરીને યુવાનો માટે પ્રેરણાદાયી બની હતી અને તેમણે ફિટનેસને વ્યક્તિગત જવાબદારીની સાથે દેશના વિકાસ સાથે પણ જોડવાનો સંદેશ આપ્યો હતો.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





