Get News Alerts

Never miss breaking news updates.

Junagadh માં 150 થી વધુ ગાય પ્લાસ્ટિક અને દૂષિત કચરો ખાવા મજબૂર બની ! ગૌ રક્ષકો અને વિશ્વ હિન્દુ પરિષદે મચાવ્યો હોબાળો

Junagadh શહેરમાં મહાનગરપાલિકાની કચરા વ્યવસ્થાપન કામગીરી સામે ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 30 Aug 2026 07:53 AM IST
Junagadh માં 150 થી વધુ ગાય પ્લાસ્ટિક અને દૂષિત કચરો ખાવા મજબૂર બની ! ગૌ રક્ષકો અને વિશ્વ હિન્દુ પરિષદે મચાવ્યો હોબાળોJunagadh માં 150 થી વધુ ગાય પ્લાસ્ટિક અને દૂષિત કચરો ખાવા મજબૂર બની ! ગૌ રક્ષકો અને વિશ્વ હિન્દુ પરિષદે મચાવ્યો હોબાળો

Junagadh

Junagadh શહેરની મધ્યમાં ખુલ્લામાં કચરો ઠાલવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ગૌરક્ષકો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા. અહીં કચરાના ઢગલાઓ વચ્ચે મોટી સંખ્યામાં ગાયો જોવા મળતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

પ્લાસ્ટિકના સેવનને કારણે ગાયો બીમાર પડે છે

ગૌરક્ષકોના જણાવ્યા મુજબ, સ્થળ પર અંદાજે 150થી વધુ ગાયો કચરાના ઢગલામાંથી ખોરાક શોધતી જોવા મળી હતી. આ દરમિયાન કેટલીક ગાયો પ્લાસ્ટિક અને દૂષિત કચરો ખાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગૌરક્ષકોએ સ્થળ પર પહોંચીને સમગ્ર સ્થિતિનો વીડિયો પણ બનાવ્યો હતો અને તેને ‘લાઈવ રેડ’ તરીકે રજૂ કરી મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

ગૌરક્ષકોનો આક્ષેપ છે કે ખુલ્લામાં કચરો નાખવામાં આવવાથી રખડતા ગૌવંશ માટે ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે. કચરામાં રહેલું પ્લાસ્ટિક અને અન્ય દૂષિત સામગ્રી ગાયો દ્વારા ખાઈ લેવાથી તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. કેટલાક ગૌરક્ષકોએ દાવો કર્યો હતો કે પ્લાસ્ટિકના સેવનને કારણે ગાયો બીમાર પડવાના તેમજ મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.

ગૌવંશની સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવશે?

મામલો સામે આવ્યા બાદ ગૌરક્ષકોએ તાત્કાલિક કચરાનો નિકાલ કરવાની માંગ કરી છે. સાથે જ શહેરમાં રખડતા ગૌવંશ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને ગૌશાળા તથા ઘાસચારાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ગૌરક્ષકોએ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓની કામગીરીની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.

તેમના જણાવ્યા પ્રમાણે, શહેરની અંદર ખુલ્લામાં કચરો ઠાલવવાને કારણે માત્ર ગૌવંશ જ નહીં પરંતુ સ્થાનિક રહેવાસીઓના આરોગ્ય અને પર્યાવરણ સામે પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે. આ મુદ્દે ગૌરક્ષકોએ મહાનગરપાલિકાને ચીમકી આપી છે કે જો કચરાના નિકાલ સહિતની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે મહાનગરપાલિકા તરફથી સત્તાવાર પ્રતિક્રિયા શું આવે છે અને કચરાના નિકાલ તથા ગૌવંશની સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો : Nepal Flood માટે ભારતની મદદ સતત ચાલુ, 11 ટન રાહત સામગ્રી સાથે ચોથી ફ્લાઇટ પહોંચી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.