Get News Alerts

Never miss breaking news updates.

IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સનો મોટો નિર્ણય, અમિત મિશ્રા બન્યો નવો સ્પિન બોલિંગ કોચ

IPL 2027 સીઝન પહેલા દિલ્હી કેપિટલ્સે ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​અમિત મિશ્રાને નવા સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ફ્રેન્ચાઈઝીએ ઓફિશિયલ જાહેરાત કરી.
Nancy ShuklaUpdated on: 21 Oct 2026 05:55 PM IST
IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સનો મોટો નિર્ણય, અમિત મિશ્રા બન્યો નવો સ્પિન બોલિંગ કોચIPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સનો મોટો નિર્ણય, અમિત મિશ્રા બન્યો નવો સ્પિન બોલિંગ કોચ

IPL 2027

IPL 2027ની સિઝન પહેલાં દિલ્હી કેપિટલ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ફ્રેન્ચાઈઝીએ ભારતના પૂર્વ લેગ સ્પિનર અમિત મિશ્રાની નવા સ્પિન બોલિંગ કોચ તરીકે નિમણૂક કરી છે. 21 ઓક્ટોબરે આ જાહેરાત કરવામાં આવી હતી. ખેલાડી તરીકે દિલ્હી માટે શાનદાર પ્રદર્શન કરનાર અમિત મિશ્રા હવે કોચ તરીકે ટીમના સ્પિન વિભાગને મજબૂત બનાવશે.

સૌરવ ગાંગુલીની ટીમમાં અમિત મિશ્રાની એન્ટ્રી

43 વર્ષના અમિત મિશ્રાએ 4 સપ્ટેમ્બર 2025ના રોજ ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. હવે તેઓ સૌરવ ગાંગુલીના નેતૃત્વ હેઠળના દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફમાં જોડાયો છે.

દિલ્હીએ અગાઉ સૌરવ ગાંગુલીને હેડ કોચ તરીકે જવાબદારી સોંપી હતી. આ સિવાય પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહને બેટિંગ અને સહાયક કોચ બનાવવામાં આવ્યા છે, જ્યારે શ્રીલંકાના પૂર્વ ઝડપી બોલર ચામિંડા વાસને પેસ બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. નવા કોચિંગ સ્ટાફ સાથે દિલ્હી કેપિટલ્સ આગામી સિઝનમાં પોતાનું પ્રથમ IPL ટાઈટલ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.

IPLમાં અમિત મિશ્રાનો શાનદાર રેકોર્ડ

અમિત મિશ્રા IPLના ઈતિહાસમાં 3 વખત હેટ્રિક લેનારા એકમાત્ર બોલર છે. તેને 2008માં ડેક્કન ચાર્જર્સ સામે પ્રથમ હેટ્રિક લીધી હતી. ત્યારબાદ 2011 અને 2013માં પણ આ સિદ્ધિ મેળવી હતી.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">2️⃣0️⃣0️⃣8️⃣ ⏩ 2️⃣0️⃣2️⃣7️⃣

Welcome back home, Mishra ji 💙❤️ https://t.co/Tsqe9ag4rD</p>&mdash; Delhi Capitals (@DelhiCapitals) <a href="https://x.com/DelhiCapitals/status/2112839049245569353?ref_src=twsrc%5Etfw">October 21, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

તેને પોતાના IPL કરિયરમાં કુલ 162 મેચ રમીને 23.82ની એવરેજથી 174 વિકેટ ઝડપી હતી. તેનો ઈકોનોમી રેટ 7.37 રહ્યો હતો. આ દરમિયાન તેને એક વખત ઈનિંગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી હતી.

દિલ્હી માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર

અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સ માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે. તેને ફ્રેન્ચાઈઝી માટે 103 મેચમાં કુલ 110 વિકેટ ઝડપી છે. આ લિસ્ટમાં અક્ષર પટેલ 78 વિકેટ સાથે બીજા સ્થાને છે.

અમિત મિશ્રાએ દિલ્હી ઉપરાંત ડેક્કન ચાર્જર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સનું પણ પ્રતિનિધિત્વ કર્યું છે. હવે કોચ તરીકે તેમનો અનુભવ દિલ્હી કેપિટલ્સના સ્પિન વિભાગને કેટલો ફાયદો કરે છે તેના પર ફેન્સની નજર રહેશે.

આ પણ વાંચો: ICCએ મોટી ટુર્નામેન્ટનું શેડ્યૂલ કર્યું જાહેર, બાંગ્લાદેશ અને નેપાળ કરશે યજમાની, અલગ-અલગ ગ્રુપમાં છે ભારત અને પાકિસ્તાન

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.