Get News Alerts

Never miss breaking news updates.

Asian Para Games 2026: જેવલિનમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, રિંકુએ 9 સેમીના માર્જિનથી રચ્યો ઈતિહાસ

Asian Para Games 2026: ભારતની રિંકુએ એશિયન પેરા ગેમ્સમાં જેવેલિન ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે ડબલ પોડિયમ ફિનિશ હાંસલ કર્યું. અજિત સિંહે સિલ્વર મેડલ જીત્યો.
Nancy ShuklaUpdated on: 19 Oct 2026 07:40 PM IST
Asian Para Games 2026: જેવલિનમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, રિંકુએ 9 સેમીના માર્જિનથી રચ્યો ઈતિહાસAsian Para Games 2026: જેવલિનમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, રિંકુએ 9 સેમીના માર્જિનથી રચ્યો ઈતિહાસ

Asian Para Games 2026

Asian Para Games 2026: જાપાનના નાગોયામાં 2026 એશિયન પેરા ગેમ્સમાં સોમવાર, 19 ઓક્ટોબરના રોજ ભારતના રિંકુએ પુરુષોની ભાલા ફેંક F46 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે આ ઈવેન્ટમાં સિલ્વર મેડલ પણ જીત્યો, જેમાં અજિત સિંહે મેડલ જીત્યો.

ગોલ્ડ મેડલ જીતનાર રિંકુએ 65.11 મીટર ફેંક્યો. રિંકુ અને અજિત વચ્ચે ફક્ત 9 સેન્ટિમીટરનો તફાવત હતો. સિલ્વર મેડલ જીતનાર અજિત ફક્ત 9 સેન્ટિમીટર પાછળ હતો. અજિતે 65.02 મીટર ફેંક્યો. ઈન્ડોનેશિયાના આર. સત્યાનોએ 55.30 મીટર ભાલા ફેંકીને ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

પેરા એશિયન ગેમ્સની વર્તમાન સિઝનમાં આ ભારતનો ચોથો ગોલ્ડ મેડલ હતો. 4 માંથી 3 ગોલ્ડ મેડલ એથ્લેટિક્સમાં આવ્યા હતા. નિષાદ કુમારે T47 લોંગ જમ્પ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સૌમ્યાએ મહિલાઓની 1500 મીટર T12/T13 દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બધા ગોલ્ડ મેડલ પહેલા દિવસે જ મળ્યા હતા.

જેવેલિનની F46 કેટેગરી શું છે?

F46 કેટેગરી એથ્લેટ્સ માટે છે જેમનો હાથ કોણીની ઉપર અથવા નીચે કાપવામાં આવ્યો હોય અથવા સમાન શારીરિક વિકલાંગતા હોય.

રમતગમત મંત્રીએ ખુશી વ્યક્ત કરી

કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ રિંકુનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને ખુશી વ્યક્ત કરી. તેમને ઈન્સ્ટાગ્રામ પર વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે "ભારત માટે ડબલ પોડિયમ. એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની ભાલા ફેંકવાની F46 ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન બદલ રિંકુ (65.11 મીટર) અને અજીત સિંહ (65.02 મીટર) ને અભિનંદન. આ એક શાનદાર પ્રદર્શન છે જેને એથ્લેટિક્સમાં ભારતની પ્રભાવશાળી દોડ (ગોલ્ડ જીતનો સિલસિલો) મજબૂત બનાવી છે."

ભારતે પહેલા દિવસે 11 મેડલ જીત્યા

ભારતીય ખેલાડીઓએ પહેલા દિવસે 11 મેડલ જીત્યા હતા. જેમાં 4 ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા નંબરે છે. ચીન 26 ગોલ્ડ મેડલ સાથે કુલ 62 મેડલ સાથે આગળ છે. જાપાન 8 ગોલ્ડ સહિત 27 મેડલ સાથે બીજા નંબરે છે.

આ પણ વાંચો: BCCIની મોટી જાહેરાત, પ્રજ્ઞાન ઓઝા બન્યા નવી સિલેક્શન કમિટીના ચીફ, રમેશ પોવર પણ સામેલ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.