Get News Alerts

Never miss breaking news updates.

Saudi Arabia Airport Attack: સાઉદી અરેબિયાના કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો, એક ભારતીય સહિત બેના મોત

Saudi Arabia Airport Attack: સાઉદી અરેબિયાના દમ્મામ સ્થિત કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે મોડી રાત્રે થયેલા ભીષણ હુમલામાં એક ભારતીય નાગરિક સહિત બે લોકોના મોત થયા છે.
Kunjan ShuklaUpdated on: 22 Oct 2026 02:37 PM IST
Saudi Arabia Airport Attack: સાઉદી અરેબિયાના કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો, એક ભારતીય સહિત બેના મોતSaudi Arabia Airport Attack: સાઉદી અરેબિયાના કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો, એક ભારતીય સહિત બેના મોત

Saudi Arabia Airport Attack

Saudi Arabia Airport Attack: સાઉદી અરેબિયાના દમ્મામ સ્થિત કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે મોડી રાત્રે થયેલા ભીષણ હુમલામાં એક ભારતીય નાગરિક સહિત બે લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકો ઘાયલ થયા છે, જેમાં બે ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

બે લોકોના મોતની પુષ્ટિ કરી

રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સાઉદી અધિકારીઓએ એરપોર્ટ પર થયેલા હુમલામાં બે લોકોના મોતની પુષ્ટિ કરી છે. મૃતકોમાં એક ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. દૂતાવાસે વધુ વિગતો એકત્રિત કરવાની સાથે પીડિત પરિવારોનો સંપર્ક સાધવાની કામગીરી હાથ ધરી છે.

એક સાઉદી નાગરિક અને એક ભારતીય નાગરિકે જીવ ગુમાવ્યો

સાઉદી અરેબિયાની જનરલ ઓથોરિટી ઑફ સિવિલ એવિએશન (GACA)ના જણાવ્યા અનુસાર, હુમલામાં એક સાઉદી નાગરિક અને એક ભારતીય નાગરિકે જીવ ગુમાવ્યો છે. 8 ઘાયલોમાં એક સાઉદી નાગરિક, ભારત, યમન અને બાંગ્લાદેશના બે-બે નાગરિકો તથા નેપાળનો એક નાગરિક સામેલ છે. ઘાયલોને ઈજાની ગંભીરતા અનુસાર અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. સત્તાવાળાઓ સંબંધિત સુરક્ષા એજન્સીઓ સાથે મળીને હુમલાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. જોકે, એરપોર્ટ પર કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે અને હવાઈ ટ્રાફિક સામાન્ય બન્યો હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું છે.

તેલ સંબંધિત સ્થળોને પણ નિશાન બનાવવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં બુધવારે મોડી રાત્રે એરપોર્ટ અને તેલ સંબંધિત સ્થળોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સાઉદીની અગ્રણી તેલ કંપની અરામકોના તેલ મથક પર ડ્રોન હુમલામાં નેપાળ અને ફિલિપાઈન્સના એક-એક નાગરિકના મોત થયા હતા. આ ઘટનામાં એક ભારતીય સહિત બે લોકો ઘાયલ થયા હતા. સતત વધી રહેલા હુમલાઓ વચ્ચે અમેરિકાએ પણ પોતાના કેટલાક રાજદ્વારીઓ અને સરકારી કર્મચારીઓને પરિવાર સાથે સાઉદી અરેબિયા છોડવા સૂચના આપી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

આ પણ વાંચો: Strait Of Hormuzમાં ભારતીય નાવિકો સવાર ઓઇલ ટેન્કર પર હુમલો, 21 ભારતીયો સુરક્ષિત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.