Get News Alerts

Never miss breaking news updates.

નેપાળમાં ભારત મોકલશે ટનલ રેસ્ક્યૂ ટીમ, 63 ભારતીયો સહિત અનેક નાગરિકોને સુરક્ષિત બચાવાયા

ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી તેમજ ફસાયેલા ભારતીય નાગરિકોને લઈને મહત્વની માહિતી આપી છે.
R Gajjar
R GajjarUpdated on: 28 Aug 2026 06:08 PM IST
નેપાળમાં ભારત મોકલશે ટનલ રેસ્ક્યૂ ટીમ, 63 ભારતીયો સહિત અનેક નાગરિકોને સુરક્ષિત બચાવાયાનેપાળમાં ભારત મોકલશે ટનલ રેસ્ક્યૂ ટીમ, 63 ભારતીયો સહિત અનેક નાગરિકોને સુરક્ષિત બચાવાયા

Nepal Flood Rescue

Nepal Flood Rescue: નેપાળમાં ભયાનક પૂર અને કુદરતી આફત બાદ રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. પાડોશી દેશ નેપાળની મદદ માટે ભારત સરકાર દ્વારા મોટા પાયે રાહત સામગ્રી અને બચાવ ટીમો મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હવે નેપાળના અનુરોધ બાદ ભારત ટનલ રેસ્ક્યૂ ટીમ મોકલવાની પણ તૈયારી કરી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી તેમજ ફસાયેલા ભારતીય નાગરિકોને લઈને મહત્વની માહિતી આપી છે.

ટનલ રેસ્ક્યૂ ટીમ માટે રેકી ટીમ જશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ, નેપાળના અનુરોધ પર ટનલ રેસ્ક્યૂ ટીમ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. જરૂરી સાધનો અને અન્ય વ્યવસ્થાઓનું મૂલ્યાંકન કરવા માટે પ્રથમ રેકી ટીમ મોકલવામાં આવશે. આ ઉપરાંત ભારત તરફથી એક મેડિકલ ટીમ પણ નેપાળ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

રાહત સામગ્રી લઈને બે વિમાન રવાના

નેપાળમાં અસરગ્રસ્ત લોકો સુધી મદદ પહોંચાડવા માટે ભારત તરફથી રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. રાહત સામગ્રી સાથે અત્યાર સુધીમાં બે વિમાન રવાના થઈ ચૂક્યા છે, જ્યારે ત્રીજી खेપ પણ મોકલવાની તૈયારી છે. ભારતે નેપાળમાં સંપર્ક વ્યવસ્થા ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે બેલી બ્રિજ અને ટેક્નિકલ ટીમો મોકલવાની પણ ઓફર કરી છે.

NDRF ટીમ મોકલવાની પણ ઓફર

ભારતે નેપાળ સરકારને NDRFની ટીમો અને જરૂરી સાધનો મોકલવાની પણ ઓફર કરી છે. આ ટીમો શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરી શકે છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારત સરકાર નેપાળ સરકારની મંજૂરી અને પ્રતિસાદની રાહ જોઈ રહી છે.

63 ભારતીય નાગરિકોને સુરક્ષિત બચાવાયા

મળતી માહિતી અનુસાર, ત્રિશૂલી પાવર પ્રોજેક્ટમાં ફસાયેલા 63 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત 21 ભારતીય નાગરિકો ગુરુવારે કાઠમંડુ પહોંચ્યા બાદ હવે દિલ્હી પણ પહોંચી ગયા છે. ફસાયેલા અન્ય 93 ભારતીય નાગરિકોએ સુરક્ષિત રીતે ચીનની સરહદ પાર કરી અને રસ્તા માર્ગે નેપાળ પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે.

ભારતીય મૂળના 100 લોકોનો હજુ સંપર્ક નહીં

બીજી તરફ, ભારતીય મૂળના આશરે 100 લોકોનો હજુ સંપર્ક થઈ શક્યો નથી. આ લોકો હાલમાં અન્ય દેશની નાગરિકતા ધરાવતા હોવાનું જણાવવામાં આવ્યું છે. ચીન તરફ ફસાયેલા આશરે 400 ભારતીય નાગરિકો સુરક્ષિત હોવાનું પણ જાણવા મળ્યું છે. સરકાર દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમના પરિવારજનો પણ સરકારના સંપર્કમાં છે.

ભારતે નાગરિકોની વાપસી માટે વ્યવસ્થા શરૂ કરી

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નેપાળમાં બચાવી લેવામાં આવેલા ભારતીય નાગરિકોને પરત લાવવાની વ્યવસ્થા ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. નેપાળ સરકારને વધુ કોઈપણ પ્રકારની મદદની જરૂર પડશે તો ભારત સહાય માટે તૈયાર છે. નેપાળમાં સર્જાયેલી આ ભયાનક કુદરતી આફત વચ્ચે ભારત દ્વારા પાડોશી દેશને સતત આપવામાં આવી રહેલી માનવતાવાદી મદદથી બંને દેશો વચ્ચેના સંબંધો અને સહકારની પણ ઝલક જોવા મળી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]