Pune Metro Inauguration: PM મોદીએ પુણે મેટ્રોની પિંક લાઈનનું કર્યું લોકાર્પણ, કહ્યું '12 વર્ષમાં ટ્રાન્સપોર્ટનું થયું કાયાકલ્પ'


PM Modi Pune Metro Inauguration
Pune Metro Inauguration: PM મોદીએ પુણે મેટ્રોની પિંક લાઈનનું કર્યું લોકાર્પણ, કહ્યું '12 વર્ષમાં ટ્રાન્સપોર્ટનું થયું કાયાકલ્પ'


PM Modi Pune Metro Inauguration
Pune Metro Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પુણે મેટ્રોની પિંક લાઈનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે વર્ચ્યુઅલી ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા અને પુણેના નાગરિકોને નવી મેટ્રો સુવિધા માટે અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે તહેવારોની ખુશી ત્યારે વધુ વધી જાય છે, જ્યારે જીવનમાં નવી સુવિધાઓનો ઉમેરો થાય છે. પુણેના લોકો માટે આજનો દિવસ આવો જ એક આનંદદાયક અવસર છે.
શહેરના મોટા IT હબને વધુ સારી કનેક્ટિવિટી મળશે
પીએમ મોદીએ કહ્યું કે આશરે 10 વર્ષ પહેલાં તેમને પુણે મેટ્રોના પ્રથમ તબક્કાના કામનું ખાતમુહૂર્ત કરવાની તક મળી હતી. હવે હિંજવડીથી શિવાજીનગર વચ્ચે મેટ્રો સેવા શરૂ થવાથી શહેરના મોટા IT હબને વધુ સારી કનેક્ટિવિટી મળશે. નવી મેટ્રો લાઈનથી પુણેના જૂના અને નવા વિસ્તારો વચ્ચે પરિવહન વધુ સરળ બનશે. તેમણે વધુમાં જણાવ્યું કે પુણે IT, ઓટોમોબાઈલ, ફાર્મા, સ્ટાર્ટઅપ, ઈનોવેશન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે દેશના યુવાનો માટે મહત્વનું કેન્દ્ર છે. મેટ્રો કનેક્ટિવિટી વધવાથી શહેરના વિકાસને નવી ગતિ મળશે. મેટ્રો પ્રોજેક્ટથી મુસાફરીનો સમય બચશે, સુવિધાઓ વધશે અને શહેરની ઉત્પાદકતામાં પણ વધારો થશે.
વર્ષ 2014 સુધી દેશમાં માત્ર પાંચ શહેરોમાં મેટ્રો સેવા ઉપલબ્ધ હતી
વડાપ્રધાને અગાઉની સરકારો અને વર્તમાન સરકારના કાર્યકાળની સરખામણી કરતાં જણાવ્યું કે વર્ષ 2014 સુધી દેશમાં માત્ર પાંચ શહેરોમાં મેટ્રો સેવા ઉપલબ્ધ હતી. જો જૂની કાર્યપદ્ધતિ ચાલુ રહી હોત તો પુણેમાં મેટ્રો પહોંચવામાં હજુ અનેક દાયકાઓ લાગી જાત. જોકે, છેલ્લા 12 વર્ષમાં દેશમાં મેટ્રો પરિવહન વ્યવસ્થાનું સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે આજે દરરોજ એક કરોડથી વધુ લોકો મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે અને ભારતનું મેટ્રો નેટવર્ક વિશ્વના ટોચના ત્રણ મેટ્રો નેટવર્કમાં સામેલ છે. તેમણે કહ્યું કે મજબૂત પરિવહન વ્યવસ્થા, હાઈવે, એક્સપ્રેસવે, રેલવે અને આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
આ પણ વાંચો: Sarita Gaikwad Fraud Case: ડાંગની 'ગોલ્ડન ગર્લ' સરિતા ગાયકવાડ સાથે 69 લાખની છેતરપિંડી





