Get News Alerts

Never miss breaking news updates.

BRICS Summit 2026: PM મોદીએ તમિલ સંસ્કૃતિનું પુસ્તક રાષ્ટ્રપતિ પુતિનને ભેટમાં આપ્યું

PM Modi Gifts Thirukkural To Putin: BRICS શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને...
R Gajjar
R GajjarUpdated on: 11 Sep 2026 04:55 PM IST
BRICS Summit 2026: PM મોદીએ તમિલ સંસ્કૃતિનું પુસ્તક રાષ્ટ્રપતિ પુતિનને ભેટમાં આપ્યુંBRICS Summit 2026: PM મોદીએ તમિલ સંસ્કૃતિનું પુસ્તક રાષ્ટ્રપતિ પુતિનને ભેટમાં આપ્યું

PM Modi Gifts Thirukkural To Putin

PM Modi Gifts Thirukkural To Putin: BRICS શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને પ્રાચીન અને પ્રસિદ્ધ તમિલ ગ્રંથ ‘તિરુક્કુરલ’ (Thirukkural)નું રશિયન ભાષામાં અનુવાદિત પુસ્તક ભેટમાં આપ્યું હતું. ભારત મંડપમ ખાતે BRICS સમિટની ઔપચારિક શરૂઆત પહેલાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમિયાન PM મોદીએ પુતિનને પુસ્તક ભેટ આપતાં તેના મહત્વ વિશે પણ માહિતી આપી હતી. PM મોદીએ કહ્યું હતું કે સંત તિરુવલ્લુવરે આ ગ્રંથમાં માનવ જીવન અને તેની વિવિધ વિશેષતાઓ અંગે ઊંડાણપૂર્વક સમજ આપી છે.

સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવાનો સંદેશ

PM મોદીએ જણાવ્યું કે ‘તિરુક્કુરલ’ના રશિયન અનુવાદથી બંને દેશો વચ્ચેના લોકોના સંપર્ક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂતી મળી શકે છે. આ ભેટને ભારત અને રશિયા વચ્ચેના માત્ર રાજદ્વારી સંબંધો નહીં પરંતુ સાંસ્કૃતિક જોડાણના સંદેશ તરીકે પણ જોવામાં આવી રહી છે.

શું છે ‘તિરુક્કુરલ’?

‘તિરુક્કુરલ’ તમિલ સાહિત્યની સૌથી પ્રાચીન અને વિશ્વપ્રસિદ્ધ કૃતિઓમાંથી એક છે. તેને ઘણી વખત ‘તમિલ વેદ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કવિ-દાર્શનિક તિરુવલ્લુવર દ્વારા રચાયેલ આ ગ્રંથમાં જીવન, નૈતિકતા, સમાજ અને માનવ વ્યવહાર સાથે જોડાયેલા અનેક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ગ્રંથમાં 133 અધ્યાય અને કુલ 1,330 દ્વિપદીઓ છે. લગભગ 2,000 વર્ષથી પણ વધુ જૂની આ કૃતિનો વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે.

તમિલ સંસ્કૃતિમાં વિશેષ સ્થાન

‘તિરુક્કુરલ’ તમિલ સંસ્કૃતિની મહત્વપૂર્ણ ઓળખ માનવામાં આવે છે. તમિલનાડુમાં તેને શાળાઓમાં પણ ભણાવવામાં આવે છે અને લોકો તેને વિશેષ સન્માન આપે છે. મહાત્મા ગાંધી અને લિયો ટોલ્સ્ટોય સહિત અનેક જાણીતા મહાનુભાવોએ પણ આ કૃતિની પ્રશંસા કરી હોવાનું જણાવાય છે. કન્યાકુમારીમાં આવેલી સંત તિરુવલ્લુવરની વિશાળ પ્રતિમા પણ તમિલ સંસ્કૃતિમાં તેમના વિશેષ સ્થાનનું પ્રતીક છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]