Mallikarjun Kharge Controversial Statement: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદી અને ભાજપ વિરુદ્ધ ક્યારે અને કેવા કેવા આપ્યા છે નિવેદન?


Mallikarjun Kharge Controversial Statement
Mallikarjun Kharge Controversial Statement: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદી અને ભાજપ વિરુદ્ધ ક્યારે અને કેવા કેવા આપ્યા છે નિવેદન?


Mallikarjun Kharge Controversial Statement
Mallikarjun Kharge Controversial Statement: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ અલગ-અલગ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને RSSની નીતિઓ સામે આકરા રાજકીય પ્રહારો કર્યા છે. આ નિવેદનોમાં લોકશાહી, બંધારણ, મોંઘવારી, ભ્રષ્ટાચારના આરોપો, તપાસ એજન્સીઓ અને ભાજપની રાજકીય વિચારધારા જેવા મુદ્દાઓ સામેલ રહ્યા છે. 25 ઑક્ટોબર 2026ના પટનાના એક કાર્યક્રમમાં એક વ્યક્તિએ મોદી સત્તા પરથી નહીં જાય એવી વાત કરતાં ખડગેએ જવાબમાં કહ્યું હતું કે 'મોદીનો બાપ પણ જશે'. આ ટિપ્પણીને લઈને પણ તાજેત્તરમાં રાજકીય વિવાદ વકર્યો છે.
View post on Instagram
મલ્લિકાર્જુન ખડગેના વિવાદસ્પદ નિવેદનો
2019માં નરેન્દ્ર મોદીની સરખામણી હિટલર સાથે કરી હતી
લોકસભા ચૂંટણી દરમિયાન ખડગેએ મોદીની નેતૃત્વશૈલીની સરખામણી એડોલ્ફ હિટલર સાથે કરી હતી. તેમણે દલીલ કરી હતી કે સંસદીય લોકશાહી દ્વારા ચૂંટાયા પછી પણ કોઈ નેતા સરમુખત્યારશાહી તરફ જઈ શકે છે. આ નિવેદન મોદી સરકારની કાર્યશૈલીની ટીકા કરવાના સંદર્ભમાં હતું.
2022માં મોદીને ‘રાવણ’ સાથે સરખાવતી ટિપ્પણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ખડગેએ સવાલ કર્યો હતો કે મોદી નગરપાલિકાથી લઈને લોકસભા સુધી દરેક ચૂંટણીમાં પ્રચાર માટે કેમ આવે છે અને શું તેમના રાવણની જેમ 10 માથા છે? ભાજપે આ ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો.
2023માં 'ઝેરી સાપ'વાળી ટિપ્પણી
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખડગેએ મોદીને સંદર્ભિત કરીને 'ઝેરી સાપ'ની ઉપમા આપી હતી. આ નિવેદનથી વિવાદ થયો. ત્યારબાદ ખડગેએ સ્પષ્ટતા કરી હતી કે તેમની ટીકા વ્યક્તિગત રીતે મોદી સામે નહીં, પરંતુ ભાજપની વિચારધારા અને નીતિઓ સામે હતી.
2024માં ભાજપને 'આતંકવાદીઓની પાર્ટી' કહેવા બદલ વિવાદ
ઓક્ટોબર 2024માં કર્ણાટકના કલબુર્ગીમાં ખડગેએ ભાજપને 'આતંકવાદીઓની પાર્ટી' તરીકે સંબોધી હતી. આ ટિપ્પણી વડાપ્રધાનના 'અર્બન નક્સલ' સંબંધિત નિવેદનના જવાબમાં કરવામાં આવી હતી. ભાજપે આ શબ્દપ્રયોગ સામે વિરોધ નોંધાવ્યો હતો.
2025માં 'બંધારણની હત્યા' કરવાનો આરોપ
જુલાઈ 2025માં મૈસુરમાં એક કાર્યક્રમ દરમિયાન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે મોદી બંધારણની હત્યા કરી રહ્યા છે. તેમણે ભાજપ અને RSS પર બંધારણ બદલવા અથવા ફરી લખવાના પ્રયાસો કરવાનો આરોપ પણ મૂક્યો હતો. આ રાજકીય આક્ષેપ હતો, કોઈ ન્યાયિક નિષ્કર્ષ નહીં.
2026માં મોદીને 'આતંકવાદી' કહેવા અંગે વિવાદ અને સ્પષ્ટતા
એપ્રિલ 2026માં તમિલનાડુના ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ મોદીના સંદર્ભમાં 'આતંકવાદી' શબ્દ વાપર્યો હતો. ત્યારબાદ તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો અર્થ એવો હતો કે મોદી તપાસ એજન્સીઓ દ્વારા રાજકીય વિરોધીઓને ધમકાવે છે. તેમણે કહ્યું કે તેઓ મોદીને વ્યક્તિગત રીતે આતંકવાદી કહેવા માગતા નહોતા. ચૂંટણી પંચે આ નિવેદન અંગે કારણદર્શક નોટિસ પણ પાઠવી હતી.
તાજેતરમાં 'મોદીનો બાપ પણ જશે' તેવી ટિપ્પણી કરી
25 ઑક્ટોબર 2026ના પટનાના એક કાર્યક્રમમાં એક વ્યક્તિએ મોદી સત્તા પરથી નહીં જાય એવી વાત કરતાં ખડગેએ જવાબમાં કહ્યું હતું કે 'મોદીનો બાપ પણ જશે'. આ ટિપ્પણીને લઈને પણ રાજકીય વિવાદ વર્ક્યો છે.





