Get News Alerts

Never miss breaking news updates.

Kolkata Stampede: ગૃહમંત્રી અમિત શાહે હોસ્પિટલની મુલાકાત લીધી, ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા

Kolkata Stampede: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ચોરબાગાન સાર્વજનિક દુર્ગા પૂજા પંડાલમાં થયેલી નાસભાગની દુઃખદ ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
Kunjan ShuklaUpdated on: 18 Oct 2026 02:36 PM IST
Kolkata Stampede: ગૃહમંત્રી અમિત શાહે હોસ્પિટલની મુલાકાત લીધી, ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યાKolkata Stampede: ગૃહમંત્રી અમિત શાહે હોસ્પિટલની મુલાકાત લીધી, ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા

Kolkata Stampede

Kolkata Stampede: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ચોરબાગાન સાર્વજનિક દુર્ગા પૂજા પંડાલમાં થયેલી નાસભાગની દુઃખદ ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરીને તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી. આ દરમિયાન તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

14 દર્દીઓની તબિયત અંગે વિગતો મેળવી

અમિત શાહ રવિવારે બપોરે કોલકાતાના સોલ્ટ લેક વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમની સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્ય પણ હાજર રહ્યા હતા. ગૃહમંત્રીએ હોસ્પિટલના વહીવટીતંત્ર પાસેથી દાખલ કરાયેલા 14 દર્દીઓની તબિયત અંગે વિગતો મેળવી હતી. તેમણે કેટલાક ઘાયલો સાથે વાતચીત કરીને તેમના હાલચાલ પણ પૂછ્યા હતા.

1 દર્દીની સ્થિતિ ગંભીર

હોસ્પિટલની મુલાકાત બાદ અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર તસવીરો શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં પશ્ચિમ બંગાળ સરકાર દરેક ઘાયલ વ્યક્તિ અને પીડિત પરિવારની સાથે મજબૂતીથી ઊભી છે. સાથે જ તેમણે માં દુર્ગાને તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ કરવાની પ્રાર્થના કરી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ. શરદ્વત મુખર્જીના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં દાખલ 14 દર્દીઓમાંથી 13ની સ્થિતિ સ્થિર છે અને તેઓ જોખમની બહાર છે. બાકીના એક દર્દીની સ્થિતિ થોડી ગંભીર હોવા છતાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે મૃત્યુઆંકમાં હવે વધારો નહીં થાય. ઘાયલોની સારવારની વ્યવસ્થા પર તેઓ જાતે નજર રાખી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

19 શ્રદ્ધાળુઓના મોત થયા

ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે ચોરબાગાન સાર્વજનિક દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગ મચી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 19 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આ ઘટના બાદ અમિત શાહે પોતાના નિર્ધારિત કાર્યક્રમો રદ કર્યા હતા. રવિવારે સવારે તેમણે દક્ષિણ કોલકાતાના કાલીઘાટ સ્થિત કાલી મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ નવી દિલ્હી પરત ફરવાના છે.

આ પણ વાંચો: Kerala Temple Tradition: ભગવાનની શોભાયાત્રા માટે 5 કલાક બંધ રહેશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, રનવે પરથી પસાર થશે યાત્રા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.