India Israel Relations: PM નેતન્યાહૂએ PM મોદીને ઈઝરાયલના સ્વતંત્રતા દિવસ પર મશાલ પ્રગટાવવાનું આમંત્રણ આપ્યું, કેપ્ટન સ્મિત મચ્છરને ગણાવ્યા વીર


India Israel Relations
India Israel Relations: PM નેતન્યાહૂએ PM મોદીને ઈઝરાયલના સ્વતંત્રતા દિવસ પર મશાલ પ્રગટાવવાનું આમંત્રણ આપ્યું, કેપ્ટન સ્મિત મચ્છરને ગણાવ્યા વીર


India Israel Relations
India Israel Relations: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને ઇઝરાયલના આગામી સ્વતંત્રતા દિવસના સમારોહમાં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે મશાલ પ્રગટાવવા આમંત્રણ આપ્યું હતું. નેતન્યાહૂએ કેપ્ટન મચ્છરને ‘ભારતના વીર પાઇલટ’ ગણાવી તેમના સાહસની પ્રશંસા કરી હતી.
દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી
બંને નેતાઓએ વાતચીત દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પશ્ચિમ એશિયાની તાજેતરની સ્થિતિ અંગે વિચારોનું આદાનપ્રદાન કરી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઈઝરાયલના સ્વતંત્રતા દિવસના સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વાતચીતની જાણકારી આપતાં જણાવ્યું હતું કે બંને દેશોના સંબંધોમાં રહેલી ગતિ જાળવી રાખવા અને ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી. નેતન્યાહૂએ પણ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમણે પોતાના મિત્ર પીએમ મોદીને ઈઝરાયલના સ્વતંત્રતા દિવસના સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. આ સન્માન સામાન્ય રીતે ઈઝરાયલના નાગરિકોને આપવામાં આવે છે, પરંતુ કેપ્ટન મચ્છરના સાહસને ધ્યાનમાં રાખીને તેમને પણ વિશેષ સન્માન આપવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે.
30 સપ્ટેમ્બર ઘટના બની હતી
મળતી માહિતી મુજબ, 30 સપ્ટેમ્બરે તેલ અવીવ જતી ફ્લાયદુબઈની એક ફ્લાઇટમાં ઓમાની સહ-પાઈલટે હુમલો કર્યો હોવાના આરોપો છે. આ દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમણે કથિત હુમલાખોરનો સામનો કરીને કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી, જેના કારણે અન્ય ક્રૂ સભ્યો અને મુસાફરો તેને કાબૂમાં લઈ શક્યા હતા. વિમાનમાં 170થી વધુ લોકો સવાર હતા. આ ઘટનામાં કેપ્ટન મચ્છરની હિંમતની પ્રશંસા કરતાં નેતન્યાહૂએ તેમને ભારત, ઈઝરાયલ અને સમગ્ર વિશ્વ માટે નાયક ગણાવ્યા હતા.
આ પણ વાંચો: Delhi: હૈદરાબાદ હાઉસમાં PM મોદી અને પોલેન્ડના PM ડોનાલ્ડ ટસ્કની મુલાકાત, વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા સહમતિ વ્યક્ત કરી





