India US Relations: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો મુંબઈ પહોંચ્યા, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર રહેશે નજર



India US Relations
India US Relations: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો મુંબઈ પહોંચ્યા, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર રહેશે નજર



India US Relations
India US Relations: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો બે દિવસની ભારત મુલાકાતે મંગળવારે મુંબઈ પહોંચ્યા છે. તેમની સાથે પત્ની અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર પણ હાજર છે. આ પ્રવાસ દરમિયાન ભારત-અમેરિકા સંબંધો, વેપાર, ઊર્જા સહયોગ અને પ્રસ્તાવિત વ્યાપક વેપાર કરાર (ટ્રેડ ડીલ) સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
એસ. જયશંકર સાથે મહત્વપૂર્ણ બેઠક
મુંબઈમાં માર્કો રુબિયો ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો અને પ્રસ્તાવિત ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા સંબંધિત મુદ્દાઓ આ મુલાકાતમાં મહત્ત્વના બની શકે છે. ઊર્જા, રોકાણ, સંરક્ષણ અને નવી ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ અંગે પણ ચર્ચા થવાની અપેક્ષા છે.
26/11 હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપશે
મુંબઈ મુલાકાત દરમિયાન રુબિયો 26 નવેમ્બર, 2008ના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ તાજ મેમોરિયલની મુલાકાત લેશે. આ ઉપરાંત અમેરિકાની સ્વતંત્રતાનાં 250 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત સ્વાગત સમારોહમાં પણ હાજરી આપવાના છે.
જામનગરમાં મુકેશ અંબાણીની રિફાઇનરીની મુલાકાત
મુંબઈ બાદ રુબિયો ગુજરાતના જામનગર જશે. અહીં તેઓ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનિંગ સુવિધાની મુલાકાત લેશે. આ મુલાકાતમાં ઊર્જા ક્ષેત્રે સહયોગ અને વ્યાપારી રોકાણની તકો પર ધ્યાન કેન્દ્રિત થવાની અપેક્ષા છે. જામનગરનું રિફાઇનિંગ કોમ્પ્લેક્સ વિશ્વના સૌથી મોટા એક જ સ્થળે આવેલા રિફાઇનિંગ કોમ્પ્લેક્સમાંનું એક છે.
ભારત-અમેરિકા સંબંધો માટે મહત્ત્વપૂર્ણ પ્રવાસ
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે વેપાર કરાર અંગે ચર્ચા ચાલુ છે અને ઊર્જા તથા ટેરિફ સંબંધિત મુદ્દાઓ પણ દ્વિપક્ષીય સંબંધોના કેન્દ્રમાં છે. રુબિયોની મુલાકાત દરમિયાન થનારી બેઠકો અને ચર્ચાઓથી વેપાર તથા રોકાણ ક્ષેત્રે આગળની દિશા અંગે સંકેતો મળવાની અપેક્ષા છે.






